Thursday, November 30, 2017

૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષ

ભારતનો ૧ રૂપિયો ૧૦૦ વર્ષનો થયો છે. આ સાથે જ તે સંગ્રહ કરવા લાયક ચીજ બની ગયો છે.
સદીના આ લાંબા સમયગાળામાં ૧ રૂપિયાનું મૂલ્ય ઘણું ઘસાઈ ગયું છે. આજે લોકો ભાગ્યે જ એક રૂપિયાની કિંમતમાં કંઈક ખરીદી શકે છે. મોટે ભાગે ચોકલેટ, પીપરમીંટ કે ધાણાદાળનું પડીકું ખરીદી શકે છે. ભારતના આ ચલણે બે વિશ્વયુદ્ધ જોયા છે, પરંતુ આ વર્ષોમાં એનું મૂલ્ય પણ સતત ઘટતું ગયું છે અને આજે તો એ વ્યવહારિક રીતે ઉપયોગમાંથી લગભગ આઉટ થઈ ગયો છે.

ભારત પર દોઢસો વર્ષ સુધી રાજ કરનાર બ્રિટિશ સરકારે ૧૯૧૭ની ૩૦મી નવેમ્બરે એક રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી.
ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.
વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
પોતાની ૧૦૦ વર્ષની સફરમાં એક રૂપિયાની નોટમાં ૪૪ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. એક રૂપિયાની નોટ એકમાત્ર ચલણ છે જેનું પ્રિન્ટિંગ ભારત સરકાર કરે છે અને ભારતીય રીઝર્વ બેન્ક કરતી નથી. આ નોટ પર નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે.
એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ ૧૯૯૪માં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ ૨૧ વર્ષના ગાળા બાદ ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ફરી એનું પ્રિન્ટિંગ શરૂ કર્યું હતું.
એક રૂપિયાની નોટ ભારતનું મૂળ ચલણ હોવાથી સરકારે એનું પ્રિન્ટિંગ ફરીથી શરૂ કર્યું હોવાનું મનાય છે.
આ નોટ જોકે હવે ખાસ લોકોને જોવા મળતી નથી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં ઝવેરી બજાર અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક રૂપિયાની ૧૦૦ નોટોનું એક બંડલ કાળા બજારમાં રૂ. ૬૦૦માં વેચાય છે. જૂની, પ્રાચીન ચલણી નોટોના સંગ્રહકો આટલી ઊંચી કિંમત ચૂકવીને પણ એક રૂપિયાની નોટ ખરીદતા અચકાતા નથી.

ગુજરાતના નવા ડીજીપી ઇનચાર્જ બન્યા પ્રમોદ કુમાર

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદ કુમારની વરણી
રાજ્યના પહેલા મહિલા ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થયા છે. અને તેમની જગ્યાએ સરકારે પ્રમોદ કુમારને સિનિયોરીટી મુજબ નવા ડીજીપી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગીથા જોહરીની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નવા ડીજીપી કોણ બનશે તે મામલે સસ્પેન્શ રખાયું હતું. જો કે આજે આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે. માટે આ માટે ચૂંટણી પંચ સામે પણ રજૂવાત કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે વયમર્યાદાને જોતા ડીજીપી પ્રમોદ કુમાર પણ માર્ચ 2018માં નિવૃત્ત થશે પણ ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી તે ડીજી તરીકે કામ ચાલુ રાખશે. નોંધનીય છે કે પ્રમોદ કુમાર 1983 બેચના અધિકારી છે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા સમતે 3 નામોમાંથી પ્રમોદ કુમારના નામને લીલી ઝંડી આપવામાં આવી છે. ચૂંટણી પંચે નિર્ણય પછી હાલ 3 મહિના સુધી પ્રમોદ કુમાર આ પદ સંભાળશે.  ત્યારે નવા ડીજીપી તરીકે પ્રમોશન થતા પ્રમોદ કુમારના પરિવારજનો અને મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનાે કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારિંસહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઆે બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનાે લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પાેલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઆે અને મંત્રીઆે સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસાે બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રિષ્ટકોણથી એવા ઉચ્ચ પાેલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને 1983ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.

Wednesday, November 29, 2017

મુંબઈ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે

મુંબઈઃ શુક્રવારના રોજ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એક જ રનવે પરથી 24 કલાકમાં કુલ 969 જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું. અને આ સાથે જ મુંબઈ એરપોર્ટે પોતાના 935 ફ્લાઇટના બનાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે.

લગભગ, મોટાભાગના મેગાસીટીસમાં એરપોર્ટ પર 2 કે તેથી વધુ રનવે છે અને બંને રનવે એકસાથે કામ કરે છે જયારે મુંબઈમાં બે રનવે છે પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી કોઈપણ સમયે એક જ રનવેનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ટેક્નિકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

માહિતી અનુસાર, મુંબઈ એરપોર્ટ દરરોજ 900થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. અને એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે નજીકના સમયમાં જ 1000નો આંકડો પાર થઇ જશે. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારીનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે એક કલાકમાં 50થી વધુ વિમાનોનું ટેકઓફ કરાવે છે. હવે મુંબઈ પણ 50થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

Tuesday, November 28, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું.


હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું. જોકે શહેરની જનતા માટે મેટ્રો ટ્રેન 29 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. મેટ્રોના પ્રથમ તબક્કામાં નાગોલથી મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પણ જોડાયા હતા.
See more

ગુજરાતી સમાચાર પત્રો