Showing posts with label Information. Show all posts
Showing posts with label Information. Show all posts

Sunday, December 31, 2017

૨૦૧૮ નુ આવનારુ વર્ષ ની શુભ કામના

આજનો દિવસ  એક અનોખો દિવસ છે...
અઠવાડીયા નો અંતિમ દિવસ,
મહિના નો અંતિમ દિવસ, અને
વર્ષ નો પણ અંતિમ દિવસ..
આપ સૌનું ૨૦૧૮ નુ આવનારુ વર્ષ સફળતા અપાવનારુ તથા સુખ સમૃધ્ધિ આપનારુ બની રહે તેવી પ્રભુ ને પ્રાર્થના.

દરેક ક્ષેત્રે વધુ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ.
 
By- Mahesh Nesdi

Thursday, November 30, 2017

૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષ

ભારતનો ૧ રૂપિયો ૧૦૦ વર્ષનો થયો છે. આ સાથે જ તે સંગ્રહ કરવા લાયક ચીજ બની ગયો છે.
સદીના આ લાંબા સમયગાળામાં ૧ રૂપિયાનું મૂલ્ય ઘણું ઘસાઈ ગયું છે. આજે લોકો ભાગ્યે જ એક રૂપિયાની કિંમતમાં કંઈક ખરીદી શકે છે. મોટે ભાગે ચોકલેટ, પીપરમીંટ કે ધાણાદાળનું પડીકું ખરીદી શકે છે. ભારતના આ ચલણે બે વિશ્વયુદ્ધ જોયા છે, પરંતુ આ વર્ષોમાં એનું મૂલ્ય પણ સતત ઘટતું ગયું છે અને આજે તો એ વ્યવહારિક રીતે ઉપયોગમાંથી લગભગ આઉટ થઈ ગયો છે.

ભારત પર દોઢસો વર્ષ સુધી રાજ કરનાર બ્રિટિશ સરકારે ૧૯૧૭ની ૩૦મી નવેમ્બરે એક રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી.
ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.
વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
પોતાની ૧૦૦ વર્ષની સફરમાં એક રૂપિયાની નોટમાં ૪૪ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. એક રૂપિયાની નોટ એકમાત્ર ચલણ છે જેનું પ્રિન્ટિંગ ભારત સરકાર કરે છે અને ભારતીય રીઝર્વ બેન્ક કરતી નથી. આ નોટ પર નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે.
એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ ૧૯૯૪માં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ ૨૧ વર્ષના ગાળા બાદ ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ફરી એનું પ્રિન્ટિંગ શરૂ કર્યું હતું.
એક રૂપિયાની નોટ ભારતનું મૂળ ચલણ હોવાથી સરકારે એનું પ્રિન્ટિંગ ફરીથી શરૂ કર્યું હોવાનું મનાય છે.
આ નોટ જોકે હવે ખાસ લોકોને જોવા મળતી નથી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં ઝવેરી બજાર અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક રૂપિયાની ૧૦૦ નોટોનું એક બંડલ કાળા બજારમાં રૂ. ૬૦૦માં વેચાય છે. જૂની, પ્રાચીન ચલણી નોટોના સંગ્રહકો આટલી ઊંચી કિંમત ચૂકવીને પણ એક રૂપિયાની નોટ ખરીદતા અચકાતા નથી.

Thursday, November 23, 2017

PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.
આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉમંગ મોબાઈલ એપ લોંચ કરી. જેના માધ્યમથી લોકો કેંદ્ર તથા રાજ્ય સરકારોની સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સંમ્મેલનમાં મંત્રી રવિશંકર પ્રસાદ અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ સંબોધન કર્યું. આ સંમ્મેલનમાં 120 કરતા વધારે દેશોના પ્રતિનિધિનો ભાગ લઈ રહ્યા છે જે શુક્રવાર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ઉમંગ ની સેવાઓ શરૂ કર્યા બાદ આઈટી મંત્રીલયે કહ્યું લગભગ તમામ પ્રકારની સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવો દરવાજો છે. જેમાં મહિલા સુરક્ષા, ઈ-જિલ્લા, પાસપોર્ટ સેવાઓ સામેલ છે. આ સેવાઓ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

Tuesday, July 18, 2017

GSSSB દ્વારા સીનીયર ક્લાર્ક સવર્ગ વર્ગ - ૦૩ ની સીધી ભરતી માટેના કોલ લેટર અંગે સુચના.


 ક્લાર્ક સવર્ગ વર્ગ - ૦૩ ની પરીક્ષા માટેના કોલ લેટર તા. ૧૮/૦૭/૨૦૧૭ ના રોજ બપોરના ૧૪.૦૦ કલાક થી તા. ૩૦/૦૭/૨૦૧૭ સવારના ૧૦.૦૦ કલાક સુધી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.

Saturday, May 27, 2017

ધોરણ - 10 અને 12 પછી શું કરવું ? / કયા ફિલ્ડમાં જવું ?


Karkidi Margdarshan Book 2017 (Career Guidance) for 10th and 12th Passed Students
▪ ધોરણ - 10 અને 12 પછી શું કરવું ? / કયા ફિલ્ડમાં જવું ?
▪ ગુજરાત રોજગાર સમાચાર દ્વારા પ્રસિદ્ધ થયેલ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - 2017
▪ કુલ પેઈજ - 236
▪ PDF Size: 24 MB
▪ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૭ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
👉ક્લિક લીંક

Sunday, May 21, 2017

ધોરણ -૧૦ નું પરિણામ

💥 ધોરણ -૧૦ નું પરિણામ ૨૪ મે નાં રોજ સવારે ૮ વાગ્યે જાહેર થશે.

Wednesday, May 3, 2017

SUB AUDITER EXAM


💐💐💐💐💐
SUB AUDITER EXAM DATE:-

11-06-2017..

💐💐💐💐💐💐💐

Thursday, April 20, 2017

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭ કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭
કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ અન્વયે તા.૩૦-૦૪-ર૦૧૭ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા ભાગ-૧ માટે ઉમેદવારોએ તા.૨૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૪:૦૦ કલાકથી તારીખ. ૩૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૨-૦૦ કલાક સુધી પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સૂચનાઓ https:// ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે.

Wednesday, April 19, 2017

ઓનલાઇન ચેક કરો LIC પોલિસી.

🌐How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ
♻મોટા ભાગના ભારતીય પાસે ભારતીય જીવન વીમા પોલીસીની કોઇને કોઇ એક પોલિસી તો હોય જ છે. ત્યારે શું તમને ઓનલાઇન તમારી પોલિસીનું સ્ટેટ્સ ચેક કરતા આવડે છે? ના તો ચલો અમે શીખવીએ.અહિ ક્લિક કરો

👉આ બ્લોગ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Sunday, April 16, 2017

GSRTC ની તાજેતર મા કંન્ડકટર માટેની જાહેરાત આવી છે તો એ પરીક્ષામાટે ઉપયોગી થઇ શકે તેવી રોચક માહિતી


મિત્રો એવી ભાગ્યેજ કોઇ વ્યકતિ હશે જેમણે ST બસ મુસાફરીનો લ્હાવો ના લીધો હોય એટલે તમામને સામાન્ય જ્ઞાન માટે પણ ઉપયોગી થઇ શકે છે
👇👇👇👇👇👇👇👇👇

*🚌👇GSRTC👇🚎*

પુરૂનામ
*Gujarat State Road Transport Corporation*

ગુજરાતી નામ
*ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ*

સ્થાપના--1 મે 1960

ઑફિશીયલ વેબસાઇટ-
www.gsrtc.in

હાલમા કાર્યરત સંખ્યાની દ્રષ્ટીએ
ડેપો                          -126
 ડીવીઝન                -16
બસ સ્ટેશન             -226
પિકઅપ  સ્ટેન્ડ       -1554
કુલ બસ                    -8000+
કર્મચારીની સંખ્યા   -50000+

GSRTC ના અલગ અલગ
*કુલ 16 ડિવીઝન*

1-અમદાવાદ👉આશ્રમ
2-મહેસાણા👉મોઢેરા
3-પાલનપુર👉બનાસ
4-ભુજ👉કચ્છ
5-હિમ્મતનગર👉સાબર
6-રાજકોટ👉સૌરાષ્ટ્ર
7-અમરેલી👉ગીર
8-જામનગર👉દ્રારકા
9-જુનાગઢ👉સોમનાથ
10-ભાવનગર👉શેત્રુંજ્ય
11-નડિયાદ👉અમુલ
12-વડોદરા👉વિશ્વામિત્રા
13-સુરત👉સુર્યનગરી
14-ગોધરા👉પાવાગઢ
15-ભરૂચ👉નર્મદા
16-વલસાડ👉દમણગંગા

મિત્રો વિશેષ નોંધ
ગાંધીનગર બસસેવા *વિકાશરૂટ*
નામે ઓળખાય છે

બસમા વપરાતુ ઇંધણ
ડિઝલ & સી.એન.જી.

GSRTC ની ઓફિસો/ડેપો  gswan ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલ છે

GSTRC નુ ટેગ
*સલામત સવારી*
*એસ.ટી.અમારી*

GSRTC નો ગોલ
*વધુ બસ સારી બસ*

GSRTCની બસો રોજ 40000 ટ્રીપ કરે છે

GSTRC રોજ 24 લાખ પેસેન્જરોનુ વહન કરે છે

GSTRC ની હાલમા બસ સર્વિસ
લોકલ,એક્સપ્રેસ,ડિલક્ષ,લક્ઝરી
ગુર્જરનગરી,સ્લીપર,વોલ્વો, વગેરે

GSRTCની વોલ્વો બસ સર્વિસમા  ફ્રિ વાઇ-ફાઇ સુવિધા આપવામા આવે છે

GSRTC ની બસો રોજ
28લાખ કિ.મી.નુ અંતર કાપે છે

GSRTC ને ફ્યુલ ડિઝલમા શ્રેષ્ઠ એવરેજ (5.6કિ.મી./પ્રતિ લિટર) લાવવા માટે નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમી નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે

*GSRTC મા ફ્રિ ટ્રાવેલીંગ*
👉પાંચ વર્ષ સુધીના બાળકો
👉દિવ્યાંગો (વિકલાંગો)
👉તમામ વિધ્યાર્થીનીઓને
👉સ્વાતંત્ર્ય સેનાની

*નોંધ-*રોજ અપડાઉન કરતા પેસેન્જરો ને પાસ સિસ્ટમ અંતર્ગત 40% જેટલુ ભાડામા ડિસ્કાઉન્ટ આપવામા આવે છે.

Friday, April 14, 2017

News

ભીમ એપ્‍લીકેશનના માધ્‍યમથી વેકેશનમાં પણ યુવક-યુવતીઓ રપ હજાર સુધીની કમાણી કરી શકશેઃ નરેન્‍દ્રભાઇ મોદીઅહિ ક્લિક કરો

👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

ગુજરાતી સમાચાર પત્રો