Showing posts with label ગુજરાતી સાહિત્ય. Show all posts
Showing posts with label ગુજરાતી સાહિત્ય. Show all posts

Tuesday, August 29, 2017

નરસિંહ મહેતા એવોર્ડ્સ


વર્ષ ૧૯૯૯ – રાજેન્દ્ર શાહ
વર્ષ ૨૦૦૦ – મકરંદ દવે
વર્ષ ૨૦૦૧ – નિરંજન ભગત
વર્ષ ૨૦૦૨ – અમૃત ઘાયલ
વર્ષ ૨૦૦૩ – જયંત પાઠક
વર્ષ ૨૦૦૪ – રમેશ પારેખ
વર્ષ ૨૦૦૫ – ચંદ્રકાન્ત શેઠ
વર્ષ ૨૦૦૬ – રાજેન્દ્ર શુક્લ
વર્ષ ૨૦૦૭ – સુરેશ દલાલ
વર્ષ ૨૦૦૮ – ચિનુ મોદી
વર્ષ ૨૦૦૯ – ભગવતીકુમાર શર્મા
વર્ષ ૨૦૧૦ – અનિલ જોશી
વર્ષ ૨૦૧૧ – ભાનુપ્રસાદ પંડ્યા

Thursday, April 13, 2017

📚ચંદ્રવદન મહેતા 📚

👉૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાની જન્મતિથિ છે.

👉ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે

👉ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૬ એપ્રિલ, ૧૯૦૧ - ચોથી મે, ૧૯૯૧) પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને કવિ હતા. તેઓ ચં. ચી. મહેતા અથવા ચંદ્રવદન મહેતા એવા ટુંકા નામે ઓળખાતા હતા.


👉૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.


👉ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. 

👉ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. 

👉મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.


👉૧૯૩૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 

👉૧૯૪૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 

👉૧૯૫૦માં તેમને એનાયત થયેલા કુમાર સુવર્ણ ચંદ્રકનો તેમણે અસ્વિકાર કર્યો હતો.

 👉૧૯૬૨માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.

👉૧૯૭૧માં પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયાં માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

 👉૧૯૭૧માં તેમને ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. 

👉૧૯૮૪માં, તેમને સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.


👉આગગાડી ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક છે. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે.
👉આગગાડીનું અંગ્રેજી ભાષાંતર તેમણે પોતે આર્યન રોડ તરીકે કર્યું છે.

👉બાંધ ગઠરિયાં ભા. ૧-૨ (૧૯૫૪) ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી 'આત્મકથાનો' એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે.

👉ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.



👉૧૯૬૦માં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિએટર ઇન્સ્ટ્યુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે ૨૭ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે.

Friday, April 7, 2017

આત્મકથા અને લેખકો


1. સત્યના પ્રયોગો - ગાંધીજી

2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "

3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર

4. મારી હકીકત - નર્મદ

5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી

6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ

7. થોડા આંસુ થોડા ફુલ  -જયશંકર સુંદરી*" ભોજક "

8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "

9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી

10. ઘડતર અને ચણતર -નાનાભાઈ ભટ્ટ

11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ

12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા

13. સુરત મુજ ઘાયલ ભૂમિ -  ભગવતી કુમાર શર્મા

14. જીવન પંથ જીવન રંગ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી   " ધૂમકેતુ "

15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન

16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા

17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) -  ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ

Friday, March 24, 2017

ત્રિભુવનદાસ લુહાર‘સુન્દરમ્

લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ,
(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર,
 વિવેચક. 

🤴🏻ઉપનામ👉🏻 ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’

👉🏻જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં.

👉🏻ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, 

👉🏻૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે.

👉🏻 ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. 

👉🏻૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. 

👉🏻૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. 

👉🏻૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. 

👉🏻👑૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 

👉🏻👑૧૯૪૬માં મહીડા પારિતોષિક, 

👉🏻👑૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, 
👉🏻👑૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 

👉🏻👑૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

👉🏻એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે.

👉🏻📚‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે.

👉🏻📙‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે.

👉🏻📚📚📚કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,

બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં

નવલકથા – પાવકના પંથે

વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

ચરિત્ર – શ્રી અરવિંદ મહાયોગી

નિબંધ – ચિદંબરા, સા વિદ્યા

પ્રવાસ – દક્ષિણાયન

નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા

વિવેચન – અર્વાચીન કવિતા,
 અવલોકના, સમર્ચના,

Monday, March 20, 2017

મોદી ચિનુ ચંદુલાલ


*■ મોદી ચિનુ ચંદુલાલ ■* મોદી ચિનુ ચંદુલાલ,ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં થયું. માધ્યમિક શિક્ષણ તેમણે ધોળકા, અમદાવાદમાં પૂર્ણ કર્યું. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭ થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર, ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રુપ ઍસોસિએશનના તંત્રી. ■ અભ્યાસ ■ પ્રાથમિક શિક્ષણ - વિજાપુર; માધ્યમિક- ધોળકા, અમદાવાદ ૧૯૫૪ - મેટ્રિક ૧૯૫૮ - બી.એ. ( ગુજરાતી/ ઇતિહાસ) , ગુ.યુનિ. ૧૯૬૦ - એલ.એલ.બી., ગુ.યુનિ. ૧૯૬૧ - એમ.એ. ( ગુજરાતી/ હિન્દી) , ગુ.યુનિ. ૧૯૬૮ - ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.) ■ વ્યવસાય ■ 1961-64 - કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન 1965 - 75 - અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક 1975- 77 - અમદાવાદમાં ઇસ્રો(ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર 1977 થી - જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર ■ જીવન ■ પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત. પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ’વસંત વિલાસ’ - સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો. જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહોર્યો. ‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો ‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી ‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા. તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે. માતા-શશિકાન્તા; પિતા- ચંદુલાલ પત્ની: ૧. લગ્ન – ૧૯૫૮ (કડી), ૨. હંસા – ૧૯૭૭ (અમદાવાદ) સંતાનો: ત્રણ ■ સર્જન ■ *ચિનુ મોદીએ કુલ ૫૨ પુસ્તકોનું સર્જન કર્યું છે.* કવિતા- વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર નાટક - ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ નવલકથા- શૈલા મજમુદાર ( આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો વાર્તાસંગ્રહ - ડાબી મૂઠી, જમણી મૂઠી( પદ્ય-સભર વાર્તાઓ) વિવેચન - મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ ચરિત્ર - કૃષ્ણલાલ શ્રીધરાણી સંપાદન - ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ અનુવાદ - વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ) એમની પ્રારંભકાળની ‘વાતાયન’ (૧૯૬૩)ની કવિતા સંવેદન અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ’ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’ (૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં’ (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક’ (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહુકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે. ‘રે મઠ’ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’ (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં ‘કૉ

Saturday, February 25, 2017

🌐ઉમાશંકર જોશીનો સંપૂર્ણ જીવન પરિચય🌐

💠ઉમાશંકર જોશીનો સંપૂર્ણ જીવન પરિચય💠
👉• ઉમાશંકર જોશીને 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામથી ઓળખવામાં આવે છે.

👉• ઉમાશંકર જોષી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્થાન ધરાવે છે.

👉• તેમણે 1947 માં 'સંસ્કૃતિ' નામનું સામયિક શરુ કર્યું.

👉• 1968 માં ભારતીય જ્ઞાનપીઠ નું પારિતોષિક મળ્યું.

👉• તેમનું પ્રથમ કાવ્યસંગ્રહ 'વિશ્વશાંતિ' છ ખંડોમાં વિભાજિત છે.

👉• તેમના 'ગંગોત્રી' માં તત્કાલીન ગુજરાતના વિશીષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે.

👉• નિશીથ સંગ્રહ તેમણે આપ્યું છે.

👉• પ્રાચીના કાવ્યસંગ્રહ ત્રીજા અવાજ તરફ વળેલો છે.

👉• 'સપ્તપદી' તેમનો સાત રચનાઓનો સંગ્રહ છે.

👉• 'સાપના ભારા' અગિયાર એકાંકીઓનો સંગ્રહ છે.

👉• 'બારણે ટકોરા', 'ઊડણ ચરકલડી', 'શહીદ', તેમની એકાંકીઓ છે.

👉• 'હવેલી', 'હળવા કર્મનો હું નરસૈયો' જેવી બે મૌલિક એકાંકી પણ આપી છે.

👉• 'પગલીનો પાડનાર', 'છેલ્લું છાણું', 'મારી ચંપાનો વર', જેવી વાર્તાઓ આપી છે.

👉• 'ત્રણ અર્ધુ બે', 'અંતરાય', અને 'વિસામો' જેવા વાર્તા સંગ્રહ આપ્યા છે.

👉• 'પારકાં ચડ્યાં' એમની એકમાત્ર નવલકથા છે.

👉•'ઉઘાડી બારી' તેમનો નિબંધ સંગ્રહ છે.

       💮💠💮💠💮💠💮💠💮💠💮

ગુજરાતી સમાચાર પત્રો