Showing posts with label ગુજરાતી વ્યાકરણ. Show all posts
Showing posts with label ગુજરાતી વ્યાકરણ. Show all posts

Saturday, June 22, 2019

કવિઓના પુરા નામ

1)અખો-અખા રહિયાદાસ સોની
2)શામળ-શામળ વીરેશ્વર ભટ્ટ
3)પ્રહલાદ પારેખ-પ્રહલાદ જેઠાલાલ પારેખ
4)પ્રિયકાન્ત મણિયાર-પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર
5)દુલા ભાયા કાગ- દુલા ભાયા ઝાલા કાગ

Wednesday, June 19, 2019

જોડણી


(૧)
અશુદ્ધ - ગઝલશિબિર સરસ રહી. શુદ્ધ - ગઝલશિબિર સરસ રહ્યો.
અશુદ્ધ - શિક્ષણનું સ્તર નીચું ગયું છે.
શુદ્ધ - શિક્ષણનો સ્તર નીચો ગયો છે.
અશુદ્ધ - અડધી કલાક થઇ પણ એ ન આવ્યા.
શુદ્ધ - અડધો કલાક થયો પણ એ ન આવ્યા.
નોંધ - શિબિર , સ્તર, કલાક જેવા શબ્દો નરજાતિના છે , તે નાન્યતર કે નારીજાતિમાં ન વપરાય.
(૨)
* બંને ચાલે.
- 'કિંમત' અને 'કીમત'
- 'વાંચન' અને 'વાચન'
- 'નહિ' અને 'નહીં '
- 'ખુરસી' અને 'ખુરશી'
- 'વિષે' અને 'વિશે'
- 'ડોશી' ને 'ડોસી'
- 'દશ' અને 'દસ'
- 'કારીગીરી' અને 'કારીગરી'
-' વિનંતી' અને 'વિનંતિ
- 'વસ્તી ' , 'વસતી' , અને 'વસતિ'
- 'રાત્રી' અને 'રાત્રિ'
- 'બક્ષિશ' અને 'બક્ષિસ'
- 'વર્ષ' અને 'વરસ'



(૩)
અંગ્રેજી શબ્દમાં 'X' આવે ત્યારે 'ક્ષ' નહિ પણ 'ક્સ'લખાય છે.
જેમ કે,
'બોક્ષ' નહિ પણ 'બોક્સ'
'ટેક્ષ' નહિ પણ 'ટેક્સ'
'ટેક્ષી' નહિ પણ 'ટેક્સી'
'ઝેરોક્ષ' નહિ પણ 'ઝેરોક્સ'
'મિક્ષર' નહિ પણ 'મિક્સર'
'ટેક્ષટાઈલ' નહિ પણ 'ટેક્સટાઈલ'
'ઈન્ડેક્ષ' નહિ પણ 'ઇન્ડેક્સ

(૪)
'યથાશક્તિ પ્રમાણે' નહિ પણ 'યથાશક્તિ.
'સહકુટુંબ સાથે' નહિ પણ 'સહકુટુંબ.'
'સજ્જન માણસ' નહિ પણ ' સજ્જન'
'એલીસબ્રીજ પુલ' નહિ પણ 'એલીસબ્રીજ.'
'સવિનય સહ' નહિ પણ 'સવિનય.'
'આમરણાંત' નહિ પણ 'આમરણ.'
'મધ્યકાલીન યુગ' નહિ પણ 'મધ્યકાળ અથવા મધ્યયુગ.'

(૫)
કેટલાક શબ્દોને આપણે ખોટી રીતે 'તા' પ્રત્યય લગાવીએ છીએ, જે વ્યાકરણની રીતે શુદ્ધ નથી.
- સગવડતા નહિ પણ સગવડ.
- અગવડતા નહિ પણ અગવડ.
- સામ્યતા નહિ પણ સામ્ય અથવા સમાનતા.
- વૈવિધ્યતા નહિ પણ વૈવિધ્ય અથવા વિવિધતા
- સાફલ્યતા નહિ પણ સાફલ્ય અથવા સફળતા.
- શૌર્યતા નહિ પણ શૌર્ય અથવા શૂરતા
- ઝીણવટતા નહિ પણ ઝીણવટ
- ધૈર્યતા નહિ પણ ધૈર્ય અથવા ધીરતા



(૬)
વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' આગળના કે પાછળના શબ્દથી અલગ લખાય.
જેમ કે ,
- આ જ માણસે મને મદદ કરી હતી .
- તે જ મને આવી અથડાયો હતો.
* અહી પ્રથમ વાક્યમાં 'આ'ની સાથે 'જ' લખીએ તો 'આજ = આજનો દિવસ ' એવો અર્થ થાય છે.
* બીજા નંબરના વાક્યમાં 'તે' અને 'જ' ભેગા લખવાથી 'તેજ= પ્રકાશ' એવો અર્થ થઇ જશે.
* ખાસ નોંધ - માત્ર 'તેમજ ' અને 'ભાગ્યેજ' શબ્દમાં જ 'જ' ભેગો લખાય છે.


(૭)
* ઓગષ્ટ નહિ પણ ઓગસ્ટ.
*પોષ્ટ નહિ પણ પોસ્ટ.
- અંગ્રેજીના ઘણા શબ્દોમાં 'st' હોય ત્યાં 'સ્ટ' ઉચ્ચાર થતો હોય છે.આવા શબ્દોમાં ' સ્ટ'ને બદલે 'ષ્ટ' લખવાની ભૂલ થતી જોવા મળે છે.



(૮)
* વર્ડ - આમ લખાય
પણ
વર્ડ્ઝ - આમ લખાય.
* વર્ક - આમ લખાય
પણ
વર્ક્સ - આમ લખાય.
- એટલે કે , જોડાક્ષરમાં રેફ્નું ચિહ્ન અડધા અક્ષર પર નહિ પણ આખા અક્ષર પર મૂકવામાં આવે છે.



(૯)
સ્ત્ર અને સ્ર...
* હલંત સ + ર = સ્ર
'સહસ્ત્ર' નહિ પણ 'સહસ્ર લખાય.
'સ્ત્રાવ' નહિ પણ 'સ્રાવ' લખાય.
'સ્ત્રોત' નહિ પણ 'સ્રોત' લખાય.
'સ્ત્રગ્ધરા' નહિ પણ 'સ્રગ્ધરા' લખાય.
* હલંત સ + હલંત ત + ર = સ્ત્ર
સ્ત્રી , મિસ્ત્રી , શાસ્ત્રી , વસ્ત્ર, શાસ્ત્ર , અસ્ત્ર વગેરેમાં 'સ્ત્ર' આવે.



(૧૦)
* ચોમાસું - ચોમાસુ
જોડણીની રીતે 'ચોમાસું' અને 'ચોમાસુ' એ બંને સાચાં છે, પણ બંનેના અર્થમાં ફેર છે.
* ચોમાસું - સંજ્ઞા છે અને તેનો અર્થ 'વરસાદની મોસમ' થાય છે.તેના પર અનુસ્વાર છે.
*ચોમાસુ - વિશેષણ છે તેનો અર્થ 'ચોમાસાને - વરસાદની મોસમને લગતું' એવો થાય છે.તેના પર અનુસ્વાર નથી.
જેમ કે,
આ વર્ષે ચોમાંસું સારું હશે તો ચોમાસુ પાક સરસ થશે.



(૧૧)
પહેલાં- પહેલા...
* પહેલાં - તેનો અર્થ 'અગાઉ' ,'પૂર્વે' થાય છે, જે સમય દર્શાવે છે.
* પહેલા - વિશેષણ છે.તે ક્રમ, દરજ્જો દર્શાવે છે.
જેમ કે ,
- પહેલાં તકલીફ ઘણી પડી, હવે શાંતિ છે.
- એ હંમેશા પહેલા નંબરે આવે છે.



(૧૨)
બા આવ્યાં - અનુસ્વાર આવશે.
બા આવી - અનુસ્વાર નહિ આવે.
બાપા આવ્યા - અનુસ્વાર નહિ આવે.
મોટાભાઈ આવ્યા - અનુસ્વાર નહિ આવે.
બહેન આવ્યાં - અનુસ્વાર આવશે.
- સ્ત્રીલિંગમાં માનાર્થે શબ્દ વપરાય ત્યારે અનુસ્વાર આવશે.પુલ્લિંગમાં અનુસ્વાર ન લાગે.



(૧૩)
જોઇએ છે - જોઈએ છે....
( પહેલા શબ્દમાં વચ્ચે હ્રસ્વ 'ઇ' છે. બીજા શબ્દમાં વચ્ચે દીર્ઘ'ઈ'છે.
- જ્યારે કોઈ વસ્તુની જરૂરીયાત હોય ત્યારે 'જોઇએ છે' એવો પ્રયોગ થાય છે
- જ્યારે જોવાની ક્રિયા ચાલુ હોય ત્યારે પ્રથમ પુરુષ બહુવચનમાં ' જોઈએ છે' એવો પ્રયોગ થાય છે.
ઉદાહરણ -
- મારે એક સારું પુસ્તક જોઇએ છે.
- અમે એ જ ફિલ્મ જોઈએ છીએ.

Thursday, June 8, 2017

શબ્દ સમુહ માટે અેક શબ્દો


🔹શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી*

🔹બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું*

🔹બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી*

🔹ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો*

🔹યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી*

🔹લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર*

🔹નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન*

🔹નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક*

🔹ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર*

🔹લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ*

🔹ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ*

🔹સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી*

🔹ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી*

🔹ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ*

🔹ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક*

🔹ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી*

🔹કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર*

🔹બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ*

🔹જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક*

🔹 જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત*

🔹બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ*

🔹દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર*

🔹પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા*

🔹સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા*

🔹એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન*

🔹એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા*

Thursday, April 6, 2017

શબ્દ સમૂહ માટે એક શબ્દ (5)


41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ..

Tuesday, April 4, 2017

શબ્દ સમૂહ માટે એક શબ્દ (3)


21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ



શબ્દ સમૂહ માટે એક શબ્દ (4)


31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું

શબ્દ સમૂહ માટે એક શબ્દ (2)


11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ

શબ્દ સમૂહ માટે એક શબ્દ (1)

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું

ગુજરાતી સમાચાર પત્રો