Thursday, March 30, 2017

પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું.


પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું, લાખો નાગરિકોને અમદાવાદ લાંબા નહીં થવું પડે 28 માર્ચ. 2017 17:34 પાલનપુર-ઉત્તર ગુજરાતમાં વસતાં લાખો નાગરિકો માટે મોટી રાહતની વ્યવસ્થા પાસપોર્ટ સેવાને લઇને આજથી મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ દ્વારા પાસપોર્ટ કેન્દ્રની મુલાકાત લઇને નાગરિકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાસપોર્ટ કેન્દ્રમાં આવનારા નાગરિકો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારના નાગરિકોને આ પાસપોર્ટ સેવાકેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો શ્રેય તેમણે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરીને આપ્યો હતો.તેમણે કહ્યું કે, પાલનપુરમાં પાસપોર્ટ ઓફિસ બનવાથી બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને ઘરઆંગણે પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને પણ લાભ થશે. આ પ્રસંગે ઉપસ્થિત શહેરી વિકાસપ્રધાન શંકર ચૌધરીએ જણાવ્યું કે પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતાં અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. અમદાવાદ રીજિઓનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાનીએ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા થતી કામગીરીની વિગતો આપી નાગરિકોને સારી સુવિધાઓની ખાતરી આપી હતી. મોર્ડન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શી, જવાબદારીયુક્ત અને નક્કી કરેલા સમયાવધિ અનુસાર નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં આવે છે.

Friday, March 24, 2017

દિવસ.

🐝20 માર્ચ 🎯 ચકલી દિવસ,
🌿21 માર્ચ 🎯વન દિવસ, 
😂22 માર્ચ 🎯 જળ દિવસ
🌻23 માર્ચ 🎯 મોસમ દિવસ.....
👁24 માર્ચ 🎯ટી બી દિવસ

💐🏏ચકલી વન માં પાણી પીવા ગઈ મોસમ બગડી એટલે ચકલી ને ટી બી થઇ.

ત્રિભુવનદાસ લુહાર‘સુન્દરમ્

લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ,
(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર,
 વિવેચક. 

🤴🏻ઉપનામ👉🏻 ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’

👉🏻જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં.

👉🏻ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, 

👉🏻૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે.

👉🏻 ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. 

👉🏻૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. 

👉🏻૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. 

👉🏻૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. 

👉🏻👑૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 

👉🏻👑૧૯૪૬માં મહીડા પારિતોષિક, 

👉🏻👑૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, 
👉🏻👑૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 

👉🏻👑૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

👉🏻એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે.

👉🏻📚‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે.

👉🏻📙‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે.

👉🏻📚📚📚કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,

બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં

નવલકથા – પાવકના પંથે

વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

ચરિત્ર – શ્રી અરવિંદ મહાયોગી

નિબંધ – ચિદંબરા, સા વિદ્યા

પ્રવાસ – દક્ષિણાયન

નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા

વિવેચન – અર્વાચીન કવિતા,
 અવલોકના, સમર્ચના,

Thursday, March 23, 2017

mahesh181218.com: Save Children

mahesh181218.com: Save Children: *દુખ* ઘણુ છે ઍમ ના કહો, *'સહનશક્તિ'* ઓછી છે ઍમ કહો.. *'સહેતા'* આવડી જાય, તો... *'રહેતા'* પણ આવડી જાય છે......

Save Children


*દુખ* ઘણુ છે ઍમ ના કહો,

*'સહનશક્તિ'* ઓછી છે ઍમ કહો..

*'સહેતા'* આવડી જાય,
તો...
*'રહેતા'* પણ આવડી જાય છે...

*ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,

પણ,

*સમય* તો જાતે જ *સુધારવો* પડે..!!

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને તેમના શહિદ દિવસ નીમીતે

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને તેમના શહિદ દિવસ નીમીતે શતઃ શતઃ નમન.........

*🎗લોહી રેડી તીરંગા ને બચાવે છે,ધન્ય છે હર એક શહીદ જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે...!!🎗*


*💐🌷🌹શહિદ દીવસ મુબારક🌹🌷💐*

જય હિન્દ 

જય ભારત

Monday, March 20, 2017

મોદી ચિનુ ચંદુલાલ


*■ મોદી ચિનુ ચંદુલાલ ■* મોદી ચિનુ ચંદુલાલ,ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં થયું. માધ્યમિક શિક્ષણ તેમણે ધોળકા, અમદાવાદમાં પૂર્ણ કર્યું. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭ થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર, ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રુપ ઍસોસિએશનના તંત્રી. ■ અભ્યાસ ■ પ્રાથમિક શિક્ષણ - વિજાપુર; માધ્યમિક- ધોળકા, અમદાવાદ ૧૯૫૪ - મેટ્રિક ૧૯૫૮ - બી.એ. ( ગુજરાતી/ ઇતિહાસ) , ગુ.યુનિ. ૧૯૬૦ - એલ.એલ.બી., ગુ.યુનિ. ૧૯૬૧ - એમ.એ. ( ગુજરાતી/ હિન્દી) , ગુ.યુનિ. ૧૯૬૮ - ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.) ■ વ્યવસાય ■ 1961-64 - કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન 1965 - 75 - અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક 1975- 77 - અમદાવાદમાં ઇસ્રો(ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર 1977 થી - જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર ■ જીવન ■ પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત. પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ’વસંત વિલાસ’ - સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો. જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહોર્યો. ‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો ‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી ‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા. તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે. માતા-શશિકાન્તા; પિતા- ચંદુલાલ પત્ની: ૧. લગ્ન – ૧૯૫૮ (કડી), ૨. હંસા – ૧૯૭૭ (અમદાવાદ) સંતાનો: ત્રણ ■ સર્જન ■ *ચિનુ મોદીએ કુલ ૫૨ પુસ્તકોનું સર્જન કર્યું છે.* કવિતા- વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર નાટક - ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ નવલકથા- શૈલા મજમુદાર ( આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો વાર્તાસંગ્રહ - ડાબી મૂઠી, જમણી મૂઠી( પદ્ય-સભર વાર્તાઓ) વિવેચન - મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ ચરિત્ર - કૃષ્ણલાલ શ્રીધરાણી સંપાદન - ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ અનુવાદ - વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ) એમની પ્રારંભકાળની ‘વાતાયન’ (૧૯૬૩)ની કવિતા સંવેદન અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ’ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’ (૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં’ (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક’ (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહુકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે. ‘રે મઠ’ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’ (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં ‘કૉ

Saturday, March 4, 2017

मेरीट मा आवता 34585 उमेदवारो नी यादि जाहेर.*


👮 *POLICE BHARTI FINAL NU CATEGORY WISE ANALYSIS* 👉 *डोक्युमेन्ट वेरीफीकेशन माटे मेरीट मा आवता 34585 उमेदवारो नी यादि जाहेर.* CATEGORY / CANDIDATE ------------------------------------------------ 1) General = 06340 2) SEBC = 19612 3) ST = 05164 4) SC = 03469 ______________________________ TOTAL = 34585

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત


ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત

(૧) લોકરક્ષક ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે કવોલીફાય
થયેલ કુલ ૧,૩૪,૯૩૨ ઉમેદવારોની શારીરિક કસોટી માટે ઉમેદવારોને રાજયના જુદા જુદા દસ કેન્દ્રો ખાતે બોલાવવામાં આવેલ. જે
શારીરિક કસોટી તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવેલ.જેમાં કુલ ૧,૦૩,૭૪૭ ઉમેદવારોએ ભાગ લીધેલ.
(૨) આ શારીરિક કસોટી (PET/PST) નું હંગામી પરીણામ તા.૧૬/૦૨/૧૭ ના રોજ જાહેર કરવામાં આવેલ. જે હંગામી
પરીણામ અન્વયે ઉમેદવારો પાસેથી તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૭/૦૨/૧૭ સુધી વાંધા રજુઆતો મેળવી કરવાપાત્ર સુધારા કરી શારીરિક
કસોટીનું આખરી પરીણામ ગ્રાઉન્ડ વાઇઝ નીચે મુજબ જણાવવામાં આવેલ છે.


અ.નં. ગ્રાઉન્ડનું નામ પાસ ઉમેદવારોની વિગત નાપાસ ઉમેદવારોની વિગત
0 ભૂતપૂર્વ સર્વિસમેન
http://www.lrb2016.org/PASS-PDF/Shahibaug-Ahmd-EX.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Shahibaug-Ahmd-EX.pdf

પોલીસ હેડકવાર્ટર, અમદાવાદ શહેર, જે.ડી.નગરવાલા સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
http://www.lrb2016.org/PASS-PDF/Shahibaug.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Shahibaug.pdf

એસ.આર.પી. ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રિષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬
http://www.lrb2016.org/PASS-PDF/SaijpurBoga.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/SaijpurBoga.pdf

પોલીસ તાલીમ શાળા, લાલબાગ, વડોદરા
http://www.lrb2016.org/PASS-PDF/Vadodara.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Vadodara.pdf
 
એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ
http://www.lrb2016.org/PASS-PDF/Rajkot.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Rajkot.pdf
 
એસ.આર.પી. ગૃપ-૫, લુણાવાડા રોડ, કોલીયારી, ગોધરા-૩૮૯૦૦૧
http://www.lrb2016.org/PASS-PDF/Godhra.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Godhra.pdf

એસ.આર.પી. ગૃપ-૧૧, વાવ, સુરત
http://www.lrb2016.org/PASS-PDF/surat.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/surat.pdf

એસ.આર.પી. ગૃપ-૭, કપડવંજ રોડ, એસ.ટી.નગર નજીક, નડીયાદ-૩૮૭૦૦૧
http://www.lrb2016.org/PASS-PDF/Nadiad.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Nadiad.pdf

એસ.આર.પી. ગૃપ-૧૨, સેકટર-ર૭, ગાંધીનગર-૩૮૨૦૨૮
http://www.lrb2016.org/PASS-PDF/Gandhi_Nagar.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Gandhi_Nagar.pdf

પોલીસ હેડકવાર્ટર, સાબરકાંઠા, સબજેલ નજીક, હિંમતનગર-૩૮૩૦૦૧
http://www.lrb2016.org/PASS-PDF/HimatNagar.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/HimatNagar.pdf
 
૧૦ પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ
http://www.lrb2016.org/PASS-PDF/Junagad.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Junagad.pdf


નોંધઃ- ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ મહિલા ઉમેદવારો તેમજ તમામ માજી સૈનિક ઉમેદવારોને દસ્તાવેજ
ચકાસણી માટે બોલવવામાં આવેલ છે.

(૫) ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી તા.૧૬/૦૩/૧૭ થી ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરા ખાતે શરૂ કરવામાં
આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૫/૦૩/૧૭ થી તા.૧૫/૦૩/૧૭ સુધી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

૬) જે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓને નીચે જણાવેલ સરનામે લોકરક્ષક ભરતી
બોર્ડના રાજય કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂમાં અથવા ફોન ઉપર કચેરી સમય (ક.૧૦/૩૦ થી ક.૧૮/૩૦) દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં
આવે છે.
 
સરનામું: લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા.
ફોન નંબર ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯

Thursday, March 2, 2017

police nu finale result


💥BREAKING NEWS💥

Police constable nu finel results aavtikalee  4:00 p.m. lrb2016.org  web site per  mukase by. TV9 NEWS......

👮‍♀👮‍♀🚓🚓

police nu result

Police Costebal nu result aavti kale bapore aavase

Wednesday, March 1, 2017



એક વિનંતી...    એક વિનંતી...    એક વિનંતી...
બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ-2016/17 ની લેખિત તેમજ કોમ્પ્યૂટર પ્રોફિસિયન્સી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. 🙏🙏🙏
   મિત્રો, હવે એક મહત્વની વાત એ કરવાની થાય છે કે,
    ટૂંક સમયમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતી-2016/17 ની પ્રોવિઝનલ મેરિટયાદી બહાર પાડવામાં આવનાર છે. જેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ પણ થનાર છે.
     આ સમયે જે મિત્રો બિન સચિવાલય અને પોલીસ કોન્સ્ટેબલ બંને ભરતીમાં સારા મેરિટ ક્રમાંક સાથે પાસ થયેલા છે તેમને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. જે મિત્રો બિન સચિવાલય ભરતીમાં કુલ જગ્યાઓને ધ્યાને લેતાં સારા મેરિટમાં આવતા હોય તેવા મિત્રો માનવસેવાની ભાવનાથી પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમમાં હાજર ના થઇને સવેચ્છાએ પોતાનો હક્ક જતો કરીને પોતાના વ્હાલા જરૂરિયાતમંદ બંધુઓને મદદરૂપ બનશો એવી હું તમામ ઉમેદવારો વતી બે હાથ જોડીને વિનંતી કરૂ છું🙏🙏
       ભરતીના નિયમ પ્રમાણે, જેટલા ઉમેદવારો પોલીસ ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમમાં સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરશો, એટલા પોલીસ ભરતીના ઓછા મેરિટવાળા ઉમેદવારોને ફાઇનલ મેરિટમાં જિલ્લા પસંદગીની તક મળશે. અન્યથા આવા કટઑફ મેરિટવાળા ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં ધકેલાઇ જશે. અને આવા વેઇટિંગ યાદીના ઉમેદવારોને બોલાવવામાં આવે તો ઠીક કહેવાય, પરંતુ સંજોગોવસાત વેઇટિંગ ખોલ્યા વગર જ નવિન ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે તો આવા ઉમેદવારોને ફરીથી એકડો ઘૂંટવાનો થાય તો એમની શી હાલત થાય મિત્રો !! ફરીથી લેખિત,ફિઝિકલ પરીક્ષાની તૈયારીઓ કરવાની થાય મિત્રો. આતો કિસ્મત છે મિત્રો,આવનારો સમય કોણે જોયો છે !!
          તમારા લીધે પાંચ-પચ્ચીસ જરૂરિયાતમંદ પરિવારોને રોજગારીનો રોટલો મળશે ને તો એમના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. તમારા જીવનમાંથી ખરાબ સમયને કાયમને માટે દૂર કરી દેશે. આગળ આપની મરજી ભાઈઓ, તમે તમારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો.
          તો આવો આપણે સૌ માનવતાના આ ઉમદા સેવાકાર્યમાં સહભાગી થઇએ.
                લિ. એક શુભ હિતચિંતક

નોંધ:- વિનંતીથી આ મેસેજ whatsapp, facebook, twitter, telegram જેવા પ્રસારણ માધ્યમો દ્વારા બહોળા પ્રમાણમાં શેયર કરશો. તમારી અમુક સેકન્ડ કોઇક જરૂરિયાતમંદ વ્યક્તિની જિંદગી સંવારી શકે છે.
               "ભારત માતા કી જય "
            "જનસેવા એ જ પ્રભુસેવા"

ગુજરાતી સમાચાર પત્રો