Sunday, May 28, 2017

બોર્ડ ના રિઝલ્ટ વિશે.

અત્યારે બોર્ડ રિઝલ્ટની સિઝન ચાલુ છે ત્યારે આટલું જરૂર વાંચજો અને શેર કરજો. કોઇકની જિંદગી બચી શકે છે
બોર્ડ ના રિઝલ્ટ વિશે આ વિડીયો જરૂર જોવો.અહિયા ક્લિક કરો

Saturday, May 27, 2017

ધોરણ - 10 અને 12 પછી શું કરવું ? / કયા ફિલ્ડમાં જવું ?


Karkidi Margdarshan Book 2017 (Career Guidance) for 10th and 12th Passed Students
▪ ધોરણ - 10 અને 12 પછી શું કરવું ? / કયા ફિલ્ડમાં જવું ?
▪ ગુજરાત રોજગાર સમાચાર દ્વારા પ્રસિદ્ધ થયેલ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - 2017
▪ કુલ પેઈજ - 236
▪ PDF Size: 24 MB
▪ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૭ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
👉ક્લિક લીંક

Monday, May 22, 2017

પીએમ મોદીનો ગુજરાત કાર્યક્રમ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ૨૨મી અને ૨૩મી મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમો નીચે મુજબ છે.

_*૨૨મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* વડાપ્રધાન મોદી બપોરે ૧૨.૩૦ વાગે દિલ્હીથી ભુજ આવવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૩ વાગે રીસેન્ટલમેન્ટ કોર્પોરેશન હોલ ગાંધીધામ પહોંચશે અને જુદા જુદા પ્રોજેક્ટ્સનું ખાતમુર્હૂત કરશે.

* સાંજે ૪ વાગે કંડલા એરપોર્ટથી ભચાઉ રવાના થશે.

* સાંજે ૫ વાગે પમ્પિંગ સ્ટેશન અને નર્મદા વોટર કુનોહ કેનાલ અને પબ્લિક મીટિંગ કરશે.

* સાંજે ૭ વાગે મોદી ભુજથી અમદાવાદ જવા રવાના થશે.

* રાત્રે ૮ વાગે મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન જવા રવાના થશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

_*૨૩મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* સવારે ૮.૩૦ વાગે વડાપ્રધાન મોદી રાજભવનથી મહાત્મા મંદિર જશે અને ૧૧ વાગ્યા સુધી આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.

* સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી હેડ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેશે.

* બપોરે ૧૨ વાગ્યે મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે.

Sunday, May 21, 2017

મુંબઈ-ગોવા વચ્ચે 22 મેથી દોડશે લક્ઝરિયસ તેજસ એક્સપ્રેસ; WiFi-LCD સુવિધાથી સભર હશે આ ટ્રેન


મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટ્રેનના કોચીસ ચેન્નાઈની ઈન્ડિયન કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા છે.
આ ટ્રેન કલાકના 130 કિ.મી.ની ઝડપે દોડશે અને મુંબઈ-ગોવા વચ્ચેનું અંતર સાડા આઠ કલાકમાં પૂરું કરશે.
તમામ કોચીસમાં બાયો-વેક્યૂમ ટોઈલેટ્સ છે, ઉપરાંત વોટર લેવલ ઈન્ડિકેટર્સ, ટેપ સેન્સર્સ, હેન્ડ ડ્રાયર્સની પણ સુવિધા છે. ભારતીય રેલવેમાં ટ્રેનમાં પ્રવાસીઓને આ પહેલી જ વાર આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સપ્તાહમાં પાંચ દિવસ દોડનારી આ ટ્રેન મુંબઈ સીએસએમટીથી સવારે પાંચ વાગ્યે ઉપડશે અને કરમાલી બપોરે 1.30 વાગ્યે પહોંચશે. એવી જ રીતે, ટ્રેન કરમાલીથી બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સીએસએમટી રાતે 11 વાગ્યે પહોંચશે.
આ ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ક્લાસ અને ચેર ક્લાસ છે. કોચીચની અંદર જ ચા અને કોફીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. તદુપરાંત મેગેઝિન્સ, નાસ્તાના ટેબલ્સ, એલસીડી સ્ક્રીન્સ અને વાઈ-ફાઈ સુવિધા પણ છે.
ટિકિટ ભાડાંની હજી જાહેરાત કરાઈ નથી, પરંતુ શતાબ્દી તથા અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતાં આ ટ્રેનનું ભાડું 30 ટકા વધારે હશે.

Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ

Baahubali 2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.
એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ ‘બાહુબલી-2’ ની ચર્ચા પૂરી દુનિયામાં થઇ રહી છે. નાના-નાના બાળકોનાં મુખ પર પણ અત્યારે બસ ખાલી બાહુબલીનું નામ છે અને આ ફિલ્મના ડાયલોગ છે. કમાણીનાં મામલે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી ચૂકી છે. ભારતીય સિનેમામાં એક અલગ ઈતિહાસ રચનાર આ ફિલ્મ દુનિયાભરનાં લોકોએ જોઈ લીધી છે.Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ

હોકી: India માટે ૧૦૦મી મેચ રમવાની સિદ્ધિ મેળવતી મિડફિલ્ડર નવજોત કૌર


હેમિલ્ટન: ન્યૂઝીલેન્ડ સામેની હોકી સિરીજ દરમિયાન ચોથી મેચમાં India તરફથી ૧૦૦મી રમવાની વિશિષ્ટ ઉપલબ્ધિ મિડફિલ્ડર નવજોત કૌરે મેળવી છે.
ન્યૂઝીલેન્ડ ખાતે રમાઈ રહેલી પાંચ મેચોની સિરીજમાં ચોથી મેચમાં India ની મિડફિલ્ડર નવજોત કૌરે ૧૦૦મી મેચ રમવાની અનોખી સિદ્ધિ મેળવી છે. નવજોત કૌરે વર્ષ ૨૦૧૨માં ન્યૂઝીલેન્ડની સામે જ નેપિયરમાં આંતરરાષ્ટ્રીય હોકીમાં પદાર્પણ કર્યું હતું.
કુરુક્ષેત્રમાં જન્મેલી નવજોત કૌરે જૂનિયર એશિયા કપ અને નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય અન્ડર-21 ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને સિનિયર હોકી ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી. ત્યારથી જ નવજોત સતત ભારતીય ટીમનો હિસ્સો બની રહી છે.
આ દરમિયાન નવજોત કૌરે India માટે હોકી વિશ્વ લીગ સેમીફાઈનલમાં, ૧૭માં એશિયાઈ ખેલ, 2016 રિયો ઓલિમ્પિક, ચોથી એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા હોકી વિશ્વ લીગ રાઉન્ડ-બેમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમની અન્ય ખેલાડી ડિફેન્ડર સુનિતા લાકડાએ ત્રીજી મેચમાં પોતાની ૧૦૦મી મેચ રમી હતી, આ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ૨-૩ થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સુનિતાની આ સિદ્ધિ ઢંકાઈ ગઈ હતી.

ધોરણ -૧૦ નું પરિણામ

💥 ધોરણ -૧૦ નું પરિણામ ૨૪ મે નાં રોજ સવારે ૮ વાગ્યે જાહેર થશે.

Saturday, May 6, 2017

સરદાર વલ્લભભાઈ પટેલ

જન્મની વિગતઓક્ટોબર ૩૧, ૧૮૭૫
નડીઆદ, ગુજરાત, ભારત.

મૃત્યુની વિગત ડિસેમ્બર ૧૫ ૧૯૫૦
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો
રહેઠાણ કરમસદ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ સરદાર
નાગરીકતા ભારતીય
વ્યવસાય વકિલાત
વતન કરમસદ
ખિતાબ ભારત રત્ન (૧૯૯૧ - મરણોપરાંત)
ધર્મ હિન્દુ
જીવનસાથી ઝવેરબા
સંતાન મણિબેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ
માતા-પિતા લાડબા, ઝવેરભાઈ પટેલ



કળયુગ ની હકીકત સાંભળો


માણસ છે પણ માનવતા નથી
----------------------------------------------
  સંપતિ  છે  પણ   શાંતિ   નથી*
----------------------------------------------
સુધરેલ  છે  પણ સંસ્કાર નથી*
----------------------------------------------
  સાધુ  છે  પણ   સદગુરુ  નથી*
----------------------------------------------
  ધર્મ  છે   પણ  આચરણ નથી*
----------------------------------------------
  ભગવાન છે  પણ ભક્તિ નથી*
----------------------------------------------
  ઇશ્વર   છે   પણ   શ્રદ્ધા  નથી*
----------------------------------------------
  સુંદર   છે  પણ   સુશીલ  નથી*
----------------------------------------------
  કુટુંબ  છે  પણ   કર્તવ્ય    નથી*
----------------------------------------------
  ડીગ્રી   છે  પણ  નોકરી    નથી*
----------------------------------------------
  કળા   છે    પણ     કદર  નથી*
----------------------------------------------
  શાણ પણ  છે પણ શરમ નથી*
----------------------------------------------
  રાત    છે     પણ    ઊંઘ  નથી*
----------------------------------------------
  વેપાર    છે   પણ   નફા    નથી*
----------------------------------------------
  દુકાન    છે    પણ   ધંધા  નથી*
----------------------------------------------
  ભાઈઓ  છે પણ ભળતા નથી*
----------------------------------------------
  ભણેલા  છે  પણ ગણેલા નથી*
----------------------------------------------
  સગાં ઓ  છે  પણ   સંપ  નથી*
----------------------------------------------
  સમાજ છે પણ સમજણ નથી*
----------------------------------------------
  સરકાર  છે  પણ  સજાગ નથી*
----------------------------------------------
  સંસાર   છે  પણ    સુખી  નથી*
👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Wednesday, May 3, 2017


SUB AUDITER EXAM


💐💐💐💐💐
SUB AUDITER EXAM DATE:-

11-06-2017..

💐💐💐💐💐💐💐

સ્પર્ધાત્મક પરીક્ષા ની સફર. mahesh181218.com: બારડોલી સત્યાગ્રહ નો વિડિઓ.

સ્પર્ધાત્મક પરીક્ષા ની સફર. mahesh181218.com: બારડોલી સત્યાગ્રહ નો વિડિઓ.: ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના નો વિડિઓ  ક્લિક કરો

Monday, May 1, 2017

ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.


⚪🔵⚪🔵⚪🔵⚪🔵⚪

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

સૌ ગુજરાતી ભાઈઓ તથા બહેનોને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત.

⚪🔵⚪🔵⚪🔵⚪🔵⚪

ગુજરાતી સમાચાર પત્રો