Sunday, October 22, 2017

Current Affairs

📖 રાષ્ટ્રીય

💮 દીપાવલીના ઉત્સવના ઉપક્રમે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે લાખ દીવાઓ સહિત સરયુ નદીના કિનારે આયોજિત થનાર કાર્યક્રમમાં હાજર રહેશે…

💮 ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે…

💮 મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના ખેડૂતો માટે ભવંતર ભુગતાન નામની યોજના શરુ કરેલ છે…

💮 મહિલાઓ વિરુદ્ધ મહિલાઓમાં લિંગ પૂર્વગ્રહને સમાપ્ત કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘વુમન ફોર વુમન’ અભિયાનની શરૂઆત કરેલ છે.

💮 હાલ ભારતના મહિલા અને બાળ વિકાસમંત્રી તરીકે મેનકા સંજય ગાંધી સેવારત છે.

💮 ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ આયુષ પોસ્ટ ટીકીટ ઉત્સવનું ઉદ્ઘાટન ગોવામાં કરવામાં આવેલ.


📖 આંતરરાષ્ટ્રીય

💮 ભારત અને રશિયા દેશના સૈન્ય વચ્ચે ‘ઈન્દ્ર-૨૦૧૭’ યુદ્ધ અભ્યાસ શરુ કરવામાં આવશે.

💮 સીરિયાના રક્કા નામના સ્થળને અમેરિકા સમર્થિત સુરક્ષા દળ દ્વારા ઈસ્લામિક સ્ટેટથી મુકત કરાવી લેવામાં આવેલ છે.

💮 અમેરિકી લેખક જોર્જ સાંડર્સને હાલમાં મેન બુકર પ્રાઈઝથી નવાજવામાં આવ્યા છે…

💮 દક્ષિણ સુદાનમાં કાર્યરત ૫૦ જેટલા ભારતીય શાંતિરક્ષકોને હાલમાં સયુંકત રાષ્ટ્ર મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

💮 બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના યુવાન અક્ષય રૂપારૈલીયા સૌથી નાની વયના કરોડપતિ બન્યા છે.

💮 વયોવૃદ્ધ બ્રિટીશ અભિનેતા રોય ડોટ્રેસનું લંડનમાં અવસાન થયેલ છે,તેઓ ૯૪ વર્ષની વયના હતા.

💮 પ્રખ્યાત ભારતીય અમેરિકી અજય રાજુને અમેરિકામાં સદકાર્યો માટે ત્રીજા અમેરિકન બજાર ફ્રીલેનથ્રોપી એવોર્ડથી સન્માનિત કરવામાં આળ્યા છે…

💮 પાકિસ્તાન નેપાળ અને અફઘાનિસ્તાન સહીત ૧૫ દેશોને સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પસંદ કરવામાં આવ્યા છે.


📖 રમત -જગત

💮 હાલ પાકિસ્તાની ક્રિકેટર ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને દસ લાખ રૂપિયાનો પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

💮 હાલમાં ડબલ્યુ.ડબલ્યુ.ઈ . સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ કવિતા દેવી છે.

💮 હાલમાં સાન મેમસ સ્ટેડીયમને વિશ્વનું સૌથી સારું સ્ટેડીયમ જાહેર કરવામાં આવેલ છે.


📖 અન્ય

💮 સ્નેપડીલના મુખ્ય નાણા અધિકારી અનુપ વકીલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.

💮 એક સર્વે અનુસાર ભારતમાં સૌથી પ્રામાણિક બ્રોડ તરીકે ગૂગલને રથાન મળેલ છે.

💮 દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે ડીઝલ જનરેટર પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે…



👉 નોધ:- તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે Share કરો.

Friday, October 20, 2017

નૂતન વર્ષાભિનંદન

પરમ સ્નેહી શ્રી,
નૂતન  વર્ષાભિનંદન વિક્રમ સવંત ૨૦૭૪ નું આ નવું વર્ષ આપ સહુ સ્નેહીજન, સ્વજનનોને જીવનનાં દરેક ક્ષેત્રે સ્વસ્થતા, સફળતા, સુખાકારી, અને ખુબ લાભ કારક નીવડે અને પરમકૃપાળુ પરમાત્મા આપના તમામ સ્વપ્નાઓ સાકાર કરે તેવી મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના.
       આ નવા વર્ષમાં આપના જીવનમાં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત સદાય ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
      નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ  થાય  એવી શુભકામના.

સાલ મુબારક.
નૂતન વર્ષાભિનંદન.

ગુજરાતી સમાચાર પત્રો