Saturday, April 29, 2017

મોટીવેશન & સત્ય વાર્તા



એક સ્વપ્ન
એક ફોન
એક મિનિટ
એક સેકન્ડે
ક્યારેક
તો
તમારા જીવનમાં
બદલાવ જરૂર લાવ્યા હશે...

Wednesday, April 26, 2017

૧ જ


🔹શબ્દ ૧ જ મુકાય
        ને અર્થ ફરી જાય છે,
🔹આંકડો ૧ જ મુકાય
           ને દાખલો ફરી જાય છે,
🔹પગલુ ૧ જ મુકાય
          ને દિશા ફરી જાય છે,
👍 સાથ અગર સારી,
 ૧ જ વ્યક્તિનો મળે ને સાહેબ,
 આખી જિંદગી બદલાઈ જાય છે.
  💞
*🎀h̥̊ḁ̊v̥̊e̥̊ ḁ̊ n̥̊i̥̊c̥̊e̥̊ d̥̊ḁ̊ẙ̥🎀*
      ......ખુશ ખુશાલ મોર્નિંગ....

Tuesday, April 25, 2017


સ્વાતંત્રના અણનમ યોદ્ધા,ચેતનાનો મહાધોધ એટલે સુભાષચંદ્ર બોઝ. તેમનો જન્મ 23/1/1897 ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો.
બાળપણથી જ તેજસ્વી હતા.આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા.



સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. આ નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા. જાપાનમાં વસતા શ્રી રાસબિહારી બોઝે સ્વયં નિવૃતિ લઇ ’આઝાદ હિન્દ ફોજ નું સુકાન સુભાષબાબુને સોંપ્યું.

તેમણે આકાશવાણી પર આપેલા ‘ચલો દિલ્હી’ અને ‘જયહિન્દ’ના સૂત્રો દેશભરમાં ગુંજી રહ્યાં. હિંદભરમાં યુવક પ્રવૃતિઓનું પ્રચંડ આંદોલન અને કામદાર વર્ગની સભાનતાને કારણે દેશભરમાં એક જબરદસ્ત જહાલ પક્ષ ઊભો થયો.

દરમિયાન છૂપી પોલીસ તો સુભાષબાબુને પકડવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.તેઓ વિમાન માર્ગે બર્લિન ગયા. બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું અને ‘હિંદના સરનશીન’ તરીકે ઓળખાવ્યા.
સુભાષબાબુ સીંગાપુરથી સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજ દિન સુધી છવાયેલું છે. વીસમી ઓગષ્ટ, 1945ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં આવી.

તેમના દેહના વિસર્જન છતાં પણ આ યોદ્ધો મર્યો નથી. તેમની ફનાગીરીની જ્યોત ભારતવાસીઓમાં સદૈવ ઝળહળે છે.

Monday, April 24, 2017

બારડોલી સત્યાગ્રહ નો વિડિઓ.

ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના નો વિડિઓ ક્લિક કરો

Indian States Touching Bhutan


Trick –– "SAAB"

1. S = SIKKIM

2. A = ARUNACHAL PRADESH

3. A = ASSAM

4. B = BENGAL

Friday, April 21, 2017

સોમનાથમાં અમિતાભના અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આજે CM રૂપાણી કરાવશે પ્રારંભ

સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા 'ખુશ્બૂ ગુજરાત કી' કેમ્પેઇન અંતર્ગત અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શોનું CM રૂપાણી ઉદઘાટન કરશે.
આ શો માં 3D પ્રોજેક્શન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલનો ઉપયોગ કરાયો છે.


સોમનાથ– અરબી સમૃદ્રતટે સ્થિત ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા. ૨૧ એપ્રિલને શુક્રવારે સાંજે પ્રારંભ કરાવશે. વધુને વધુ ભવ્યતા ધારણ કરતાં સોમનાથ મંદિરે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૦ લાખથી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા “ખુશ્બૂ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરનો ઇતિહાસ અને ઐતિહાસિક સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૬માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે ૧૩ વર્ષ બાદ ૨૦૧૬માં બંધ થતા “ખુશ્બુ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ આ શો માં ૩-ડી પ્રોજેક્સન અને મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ અને પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, ૨૦૦ લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શો નો સમય ૩૫ મિનિટસ રાખવામાં આવેલ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પ્રધાનમંડળનાં સભ્યો અધિકારીઓ – પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.




👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

विधान परिषद वाले राज्य


Trick –– "जम्मु मे आम बिकाऊ है"

• जम्मू = 1-जम्मू कश्मीर

• आम = 2:आँध्रप्रदेश + 3:महाराष्ट्र …

• बिकाऊ = 4:बिहार + 5:कर्नाटक + 6:उत्तर प्रदेश

Thursday, April 20, 2017

સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું ઉદઘાટન

પીએમ નરેન્દ્ર મોદીએ સુરત ખાતે 400 કરોડના ખર્ચે બનેલ કિરણ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સુરત પધારેલ પીએમ મોદીએ સોમવારે સવારે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આ હોસ્પિટલ રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે

આ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હોસ્પિટલનું લોકાર્પણ થયું એનો આનંદ છે, પરંતુ હું શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે અને જો આવવાનું થાય તો બીજી વાર ન આવવું પડે. મને દુવિધા હતી કે હિંદીમાં બોલવું કે ગુજરાતીમાં. છેલ્લે હિંદીમાં બોલવાનું નક્કી કર્યું, જેથી દેશને પણ ખબર પડે કે કેવું કામ થઇ રહ્યું છે.'
તેમણે આગળ કહ્યું કે, દાતાઓને સૌએ બિરદાવ્યા, પરંતુ હું નહીં બિરદાવું. કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. આપવાના સંસ્કારો સાથે આવ્યા છે. ધનથી નહીં, પરિવારભાવથી આ હોસ્પિટલ બની છે.
સ્વચ્છતાનું પર્યાય સુરત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સુરત પધાર્યા છે. અહીં જનસભા સંબોધનમાં સુરતની સ્વચ્છતાના વખાણ કરતાં તેમણે કહ્યું કે, સ્વચ્છતાની આદત હોવી જોઇએ. સુરત તો સ્વચ્છતાનું પર્યાય છે. રોડ શોમાં પણ આંખે ઊડીને વળગે એવી સ્વચ્છતા હતી, દિલ્હીથી આવેલા ઓફિસર પણ સુરતની સ્વચ્છતા જોઇને દંગ રહી ગયા હતા.



👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

ડાયમંડ યુનિટનું ઉદઘાટન

હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન ઇચ્છાપોર ખાતે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતા. ઉદઘાટન બાદ મોદીએ હરે કૃષ્ણ બોલી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ પીએમ છે એટલે અહીં નથી આવ્યા. મેં તો વર્ષો પહેલાં જ સવજીભાઇનું નિમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમના ગામ જઇ બાના હાથના રોટલા ખાવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવું શક્ય ન બન્યું.

આર્થિક વિકાસના પંથે
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરતની ધરતીએ વર્ષો પહેલાં પીએમ તરીકે મોરારજીભાઇ દેસાઇ આપ્યા હતા. તેમણે આ ધરતીમાંથી આર્થિક વિકાસનું સપનું જોયું હતું. દેશના આર્થિક વિકાસની દિશા મોરારજીભાઇને સંતોષ આપતી. દેશને સુરત પાસે અપેક્ષા છે. સુરતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર કામ કર્યું છે, હવે આપણે રત્નો અને જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે. આપણે જ્વેલરીમાં નંબર 1 બનવાનું છે.

સુરતમાં PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુરત ની મુલાકાતે છે. પીએમ મોદીના સ્વાગત માટે સુરતને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ પર નીતિન પટેલ, જીતુ વાઘાણી, આનંદીબહેન પટેલ સહિતના ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદીનો રોડ શો શરૂ
ઓપન કારમાં બેસી પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.
રોડ શોમાં સૌથી આગળ મહિલા બાઇકર્સ જોડાઇ.
 
12 કિમી લાંબા આ રોડ શોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થામાં 25000 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હાજર છે.
લગભગ 5000 જેટલા બાઇક સવારો પણ આ રેલીમાં જોડાયા.
બાઇક રેલીમાં મોંઘીદાટ હાર્લી ડેવિડસન બાઇક પણ જોડાઇ.
  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ રોડ પર જોવા મળી રહ્યાં છે.
સુરત શહેરની ભવ્ય સજાવટ અને પીએમનો રોડ શો જોવા માટે લગભગ 2 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.





સ્વાગતની તૈયારીઓ
પીએમના સ્વાગત માટે 12 કિલોમીટર લાંબી સાડી તૈયાર કરવામાં આવી છે, જે એરપોર્ટથી લઇને સર્કિટ હાઉસ સુધી પાથરવામાં આવી છે. વધુ ખાસ વાત એ છે કે, આ સાડી પર પીએમ મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનાઓની જાણકારી આપવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આ દુનિયાની સૌથી લાંબી સાડી છે. કેટલીય શાળાઓમાં વિદ્યાર્થીઓએ પીએમના સ્વાગત માટે પેઇન્ટિંગ તૈયાર કરી છે, આ પેઇન્ટિંગ્સમાં પણ પીએમની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સરકાર તથા સુરતના શહેરીજનોના ઉત્સાહને વધાવી લેતાં પોતાની આ યાત્રા અંગે ટ્વીટ કર્યા હતા.

સુરતઃ નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડી બાળકીને આપ્યા આશીર્વાદ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ના સરકીટ હાઉસથી કિરણ હોસ્પિટલના લોકાર્પણ માટે નીકળ્યા હતા. મોદીની એક ઝલક માટે રોડની બંન્ને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઊભા હતાં. કતારગામ દરવાજા પાસે એક નાની બાળકી વડાપ્રધાનનો કાફલાને નિહાળી રહી હતી. બાળકી રોડ પર દોડી જઇ વડાપ્રધાનની ગાડી પાસે જવા જતી હતી, ત્યાં સુરક્ષા કર્મચારીઓએ તેને રોકી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાડીમાં બેસી આ ઘટનાક્રમ જોતાં, તેમણે તરત જ પોતાની કાર ઊભી રખાવી તે બાળકીને પોતાની કારમાં બોલાવી આશિર્વાદ આપ્યા હતા.
વડાપ્રધાનનો વિશાળ કાફલો સરકીટ હાઉસ ખાતેથી નીકળ્યો ત્યારે કતારગામ દરવાજા ખાતે અનેક રત્નકલાકાર પરિવારો ત્યાં ઊભા હતા. પીએમ મોદી ની એક ઝલક જોવા માટે અનેક પરિવારો રસ્તા પર ઊભેલા જોવા મળ્યાં હતા, જેમાંની એક હતી આ નાનકડી બાળકી નેન્સી. તે નરેન્દ્ર મોદીને મળવા માટે છેક કાર સુધી દોડી ગઇ હતી. નરેન્દ્ર મોદીની નજર જેવી આ બાળકી પર પડી કે તેમણે તરત પોતાની કાર થોભાવી, પ્રોટોકોલની ચિંતા કર્યા વગર બાળકીને પોતાની પાસે બોલાવી હતી. તેમણે બાળકીને વહાલથી પોતાની પાસે બોલાવી કારમાં બેસાડી હતી. થોડીવાર બાદ તેને પરત તેના માતા પિતા પાસે મોકલી આપી હતી.

PM મોદી: બોટાદની ધરતી છે તિર્થ સમાન


સોમવારે સાંજે નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નાગરા હવેલી થી બોટાદ પહોંચ્યા હતા. અહીં તેમણે લીંક - 2ની રૂપિયા 1500 કરોડના ખર્ચે નિર્માણ પામેલ યોજાનાના તબક્કા-1નું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ રૂ.1695 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તબક્કા-2નો શુભારંભ સમારોહ પણ યોજાયો હતો.
સૌની યોજના હેઠળ કાનિયાડ-બોટાદના કૃષ્ણસાગર તળાવ થઇ ગઢડા તાલુકાની ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા જ્યારે ભીમડાદ જળાશયમાં નર્મદા નું પાણી પહોંચ્યું ત્યારે લોકોનો ઉત્સાહ જાણે માતો નહોતો. આ સરકારી યોજનાના ગ્રામજનોને ઘણા લાભ મળશે.


યોજનાના ફાયદા
9 જળાશયો ભરાશે
કુલ 190 ગામોને આ યોજનાથી લાભ થશે
1,26,277 એકર જમીનને સિંચાઇનો ફાયદો
બોટાદના 3, ભાવનગરના 5 અને સુરેન્દ્રનગરનું 1 જળાશય ભરાશે
બોટાદ, ગઢડા, ભાવનગર, પાલિતાણા, ઉમરાળા અને ગરિયાધારને પીવાનું પાણી મળી રહેશે

બોટાદની ધરતી તિર્થ સમાન
બોટાદમાં પણ નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. તેમણે કેમ છો, મજામાં કહી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે, બોટાદની ધરતી ભાજપના કાર્યકર્તાઓ માટે તિર્થ સમાન છે. નરેન્દ્ર મોદીએ લોકો સાથે મળી નર્મદે સર્વદે ના નારા લગાવ્યા હતા, ત્યાર બાદ તેમણે લોકોને પોતાના મોબાઇલ ફોનની લાઇટ ચાલુ કરી મા નર્મદાને વધાવવાનું કહ્યું હતું.

ગુજરાતે મને શિક્ષિત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નહેરોમાંથી પાણી ચોરનારા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, પાઇપલાઇનમાંથી પાણી વહે એ સર્વશ્રેષ્ઠ. હવે પાઇપલાઇનમાંથી પાણી નહીં ચોરી શકાય. આજે ગુજરાતમાં 80 ટકા ઘરોમાં નળમાં પાણી આવે છે. આટલા વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ હું વડાપ્રધાન બન્યો. ગુજરાતવાસીઓનો હું હંમેશા આભારી રહીશ. ગુજરાતે મને શિક્ષિત અને દિક્ષિત કર્યો છે. અમારે ચૂંટણી જીતવાના કોઇ કારોબાર નથી કરવા, સેવા કરવી છે.

નર્મદા પ્રત્યે આપણી જવાબદારી વધી જાય છે
પીએમ મોદીએ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ મધ્ય પ્રદેશ સરકારનો આભાર માનવો જોઇએ. મધ્ય પ્રદેશ સરકારે નર્મદા તટ પર વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે. વૃક્ષારોપણ થશે તો જ નર્મદામાં પાણી રહેશે. નર્મદા માટે આપણી જવાબદારી હવે ઘણી વધી જાય છે. ખેડૂતો હવે ટપક પદ્ધિતિથી જ ખેતી કરવાનો સંકલ્પ કરે.

बंगलादेश की सीमा से लगने वाले भारत के राज्य


Trick –– "AM-PM-T"
• A- आसाम
• M- मिजोरम
• P- प॰ बंगाल
• M- मेघालय
• T- त्रिपुरा

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭ કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭
કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ અન્વયે તા.૩૦-૦૪-ર૦૧૭ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા ભાગ-૧ માટે ઉમેદવારોએ તા.૨૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૪:૦૦ કલાકથી તારીખ. ૩૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૨-૦૦ કલાક સુધી પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સૂચનાઓ https:// ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે.

તાપીમાં PMના હસ્તે 400 કરોડના સુમુલ ડેરી પ્રોજેક્ટનું ઉદઘાટન

સોમવારે સુરત ખાતે ડાયમંડનું યુનિટનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા તાપી ના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના આગમન સાથે જ ચારે બાજુથી મોદી-મોદીના નારા સંભાળાયા હતા. આખું વાતાવરણ મોદીમય બની ગયું હતું.
બાજીપુરા ખાતે નરેન્દ્ર મોદીએ સુમુલ ડેરીના 400 કરોડના પ્રોજક્ટનું ઉદઘાટન કર્યું હતું. રૂપિયા 400 કરોડની કિંમતના સુમુલ ડેરીના કુલ 6 પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ નરેન્દ્ર મોદીની હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ આ સમગ્ર પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાને સુમુલ ડેરીના નવનિર્મિત કેટલફીડ, આઇસ્ક્રીમ, બેકરી, મધ અને દૂધના પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ બાજીપુરામાં 3 લાખથી વધુ પશુપાલક બહેનોની જનમેદનીનું સંબોધન કર્યું હતું.


રાજ્યનો સૌથી મોટો ડોમ
આ સભા માટે રાજ્યનો અત્યાર સુધીનો સૌથી મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. 8.40 સ્કવેર ફીટમાં ઊભા કરવામાં આવેલા આ ડોમમાં ઠંડક માટે જર્મન ટેક્નોલોજીની ફોગર સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે. ગરમી વધુ હોવાને કારણે સભામાં આવનાર પશુપાલક બહેનોને તકલીફ ન પડે એ માટે ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે..
અહીં નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં કેમ છો બોલી ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જનસભા સંબોધતા કહ્યું કે, આપ સૌને માથુ નમાવી નમન કરું છું. આ વિસ્તારના 11 લાખ પશુઓ પણ આજે મને આશીર્વાદ આપી રહ્યાં છે. મેં વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે. હું અહીં મુખ્યમંત્રી તરીકે અને એ પહેલાં ભાજપના કાર્યકર્તા તરીકે પણ ઘણીવાર આવ્યો છું. આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ માટે કામ કરવાના સંસ્કાર મળ્યાં છે.

દૂધનું ઉત્પાદન વધારવા પર ફોકસ
તેમણે આગળ કહ્યું કે, દેશમાં કઠોળનું ઉત્પાદન-વિતરણ કરી બતાવીને ખેડૂતોએ સસ્તી દાળ મળતી કરી એ માટે હું તેમનો આભારી છું. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને દૂધનું ઉત્પાદન કઇ રીતે વધારવું તેની પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે ત્યાં આજે પણ માતા અને બહેનો જ પશુપાલન સંભાળે છે. ઘરના પુરૂષોએ પણ વૈજ્ઞાનિક ઢબે આ કામમાં ધ્યાન આપવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, તા.16 અને 17 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. તા.16 એપ્રિલ ને રવિવારના રોજ સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. અહીં 12 કિમી લાંબા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ, સોમવારે સવારે તેમણે સુરતમાં મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા ડાયમંડ યુનિટનું ઉદઘાટન કર્યું હતું. ડાયમંડ યુનિટના ઉદઘાટન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા તાપીના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા.

સુરતના 'હીરા' માટે મોદી જશે ઇઝરાયેલ


નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું તમારા તરફથી ઇઝરાયેલ જઇશ. સુરતમાં હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ જનસભા સંબોધતી વખતે તેમણે આ વાત કહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત અને સુરત ખાતેની મુલાકાત પર સૌની નજર મંડાઇ છે. સુરતમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને તેમના સ્વાગત માટે થયેલ તાડમાર તૈયારીઓની સૌ જગ્યાએ ચર્ચા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ સુરત ખાતે પ્રથમ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાર બાદ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા ઇચ્છાપોર પહોંચ્યા હતા.
ઇઝરાયેલ જનાર પ્રથમ વડાપ્રધાન
આ દરમિયાન પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હું તમારા તરફથી ઇઝરાયેલ જઇશ.' દેશમાં સુરત ડાયમંડ હબ તરીકે ઓળખાય છે, તો ઇઝરાયેલ કટ ડાયમંડ્સના ઉત્પાદનમાં સૌથી આગળ છે. તેમણે ઇઝરાયેલ પ્રવાસ અંગે વાત કરતાં કહ્યું કે, હું ટૂંક સમયમાં જ ઇઝરાયેલ જઇશ અને એ દેશમાં જનાર હું પહેલો વડાપ્રધાન હોઇશ.

જુલાઇમાં લેશે ઇઝરાયેલની મુલાકાત
હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ જનસભા સંબોધતી વખતે તેમણે આ વાત કહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની આ મુલાકાત ઐતિહાસિક બની રહેશે. જુલાઇના બીજા અઠવાડિયામાં હેમબર્ગ ખાતે G20 સમિટ યોજાનાર છે. આ સમિટમાં ભાગ લઇ પરત ફરતી વખતે પીએમ મોદી ઇઝરાયેલની મુલાકાત લે એવી શક્યતા છે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, ભારત અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા 25 વર્ષોથી ડિપ્લોમેટિક સંબંધો છે.



👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Wednesday, April 19, 2017

મોદી ની સુરત ખાતેની મુલાકાત


⏩વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત અને સુરત ખાતેની મુલાકાત પર સૌની નજર મંડાઇ છે. સુરતમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને તેમના સ્વાગત માટે થયેલ તાડમાર તૈયારીઓની સૌ જગ્યાએ ચર્ચા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ સુરત ખાતે પ્રથમ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાર બાદ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા ઇચ્છાપોર પહોંચ્યા હતા.
♻♻🔲🔲♻♻
👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.
♻🌐♻🌐♻🌐♻🌐♻

મોદી ની સુરત ખાતેની મુલાકાત


👉વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત અને સુરત ખાતેની મુલાકાત પર સૌની નજર મંડાઇ છે. સુરતમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને તેમના સ્વાગત માટે થયેલ તાડમાર તૈયારીઓની સૌ જગ્યાએ ચર્ચા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ સુરત ખાતે પ્રથમ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાર બાદ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા ઇચ્છાપોર પહોંચ્યા હતા.

👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.
♻🌐♻🌐♻🌐♻🌐♻

ઓનલાઇન ચેક કરો LIC પોલિસી.

🌐How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ
♻મોટા ભાગના ભારતીય પાસે ભારતીય જીવન વીમા પોલીસીની કોઇને કોઇ એક પોલિસી તો હોય જ છે. ત્યારે શું તમને ઓનલાઇન તમારી પોલિસીનું સ્ટેટ્સ ચેક કરતા આવડે છે? ના તો ચલો અમે શીખવીએ.અહિ ક્લિક કરો

👉આ બ્લોગ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

menbers of G-8 group


Trick –– "J. J. FABRIC"

• J-------Jermoney

• J-------Japan

• F------France

• A------America

• B------Britain

• R------Russia (eliminated)

• I-------Italy

• C------Canada.
👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Tuesday, April 18, 2017

લોકરક્ષક ભરતીનું Final પરિણામ


*💥💥BREKING NEWS:-ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતીનું Final પરિણામ જાહેર!*

👉તમારું ફાઇનલ પરિણામ જોવા ક્લિક કરો

👉મિત્રો શેર કરજો

SAARC में मिले हुये देशो को याद रखने की TRICK



👉Trick –– "MBBS PINA"

• M = Maldives

• B = Bangladesh

• B = Bhutan

• S = SriLanka

• P = Pakistan

• I = India

• N = Nepal

• A = Afghanistan

❇❇❇❇

Monday, April 17, 2017

राज्यसभा सदस्य जो प्रधानमंत्री बने


Trick –– "इचगार्ड"

(1) इ- इंदिरा गांधी

(2) च- एच. डी. देवगोड़ा…

(3) गा- इंद्र कुमार गुजराल

(4) र्ड- डा. मनमोहन सिंह

Sunday, April 16, 2017

GSRTC ની તાજેતર મા કંન્ડકટર માટેની જાહેરાત આવી છે તો એ પરીક્ષામાટે ઉપયોગી થઇ શકે તેવી રોચક માહિતી


મિત્રો એવી ભાગ્યેજ કોઇ વ્યકતિ હશે જેમણે ST બસ મુસાફરીનો લ્હાવો ના લીધો હોય એટલે તમામને સામાન્ય જ્ઞાન માટે પણ ઉપયોગી થઇ શકે છે
👇👇👇👇👇👇👇👇👇

*🚌👇GSRTC👇🚎*

પુરૂનામ
*Gujarat State Road Transport Corporation*

ગુજરાતી નામ
*ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ*

સ્થાપના--1 મે 1960

ઑફિશીયલ વેબસાઇટ-
www.gsrtc.in

હાલમા કાર્યરત સંખ્યાની દ્રષ્ટીએ
ડેપો                          -126
 ડીવીઝન                -16
બસ સ્ટેશન             -226
પિકઅપ  સ્ટેન્ડ       -1554
કુલ બસ                    -8000+
કર્મચારીની સંખ્યા   -50000+

GSRTC ના અલગ અલગ
*કુલ 16 ડિવીઝન*

1-અમદાવાદ👉આશ્રમ
2-મહેસાણા👉મોઢેરા
3-પાલનપુર👉બનાસ
4-ભુજ👉કચ્છ
5-હિમ્મતનગર👉સાબર
6-રાજકોટ👉સૌરાષ્ટ્ર
7-અમરેલી👉ગીર
8-જામનગર👉દ્રારકા
9-જુનાગઢ👉સોમનાથ
10-ભાવનગર👉શેત્રુંજ્ય
11-નડિયાદ👉અમુલ
12-વડોદરા👉વિશ્વામિત્રા
13-સુરત👉સુર્યનગરી
14-ગોધરા👉પાવાગઢ
15-ભરૂચ👉નર્મદા
16-વલસાડ👉દમણગંગા

મિત્રો વિશેષ નોંધ
ગાંધીનગર બસસેવા *વિકાશરૂટ*
નામે ઓળખાય છે

બસમા વપરાતુ ઇંધણ
ડિઝલ & સી.એન.જી.

GSRTC ની ઓફિસો/ડેપો  gswan ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલ છે

GSTRC નુ ટેગ
*સલામત સવારી*
*એસ.ટી.અમારી*

GSRTC નો ગોલ
*વધુ બસ સારી બસ*

GSRTCની બસો રોજ 40000 ટ્રીપ કરે છે

GSTRC રોજ 24 લાખ પેસેન્જરોનુ વહન કરે છે

GSTRC ની હાલમા બસ સર્વિસ
લોકલ,એક્સપ્રેસ,ડિલક્ષ,લક્ઝરી
ગુર્જરનગરી,સ્લીપર,વોલ્વો, વગેરે

GSRTCની વોલ્વો બસ સર્વિસમા  ફ્રિ વાઇ-ફાઇ સુવિધા આપવામા આવે છે

GSRTC ની બસો રોજ
28લાખ કિ.મી.નુ અંતર કાપે છે

GSRTC ને ફ્યુલ ડિઝલમા શ્રેષ્ઠ એવરેજ (5.6કિ.મી./પ્રતિ લિટર) લાવવા માટે નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમી નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે

*GSRTC મા ફ્રિ ટ્રાવેલીંગ*
👉પાંચ વર્ષ સુધીના બાળકો
👉દિવ્યાંગો (વિકલાંગો)
👉તમામ વિધ્યાર્થીનીઓને
👉સ્વાતંત્ર્ય સેનાની

*નોંધ-*રોજ અપડાઉન કરતા પેસેન્જરો ને પાસ સિસ્ટમ અંતર્ગત 40% જેટલુ ભાડામા ડિસ્કાઉન્ટ આપવામા આવે છે.

Saturday, April 15, 2017

સ્પર્ધાત્મક પરીક્ષા ની સફર.: જ્વાળામુખી

સ્પર્ધાત્મક પરીક્ષા ની સફર.: જ્વાળામુખી: ભારત માં કુલ 6 જ્વાળામુખી તેમાંથી એક માત્ર સક્રિય જ્વાળામુખી એટલે "બેરન "જે અંદામાન માં આવેલો છે. બીજા જ્વાળામુખી ના નામ નીચે મ...

મહેલો

આયના મહેલ, પ્રાગમહેલ – ભુજ
૨.લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા
૩. પ્રતાપવિલાસ પેલેસ – વડોદરા
૪. મોતી મહેલ – અમદાવાદ
૫. વિજય પેલેસ – રાજપીપળા
૬. અમર પેલેસ – વાંકાનેર
૭. નવલખા મહેલ – ગોંડલ
૮. નીલમબાગ – ભાવનગર

🔲 🔲 🔲 🔲 🔲 🔲

भारत के प्रमुख परमाणु ऊर्जा उत्पादन केन्द्र


Trick –– "तारा का कैक कुडनकुलम मेँ है न"

• ता -तारापुर (महाराष्ट्र और गुजरात सीमा पर)

• रा - रावत भाटा (राजस्थान)

• का -काकरपाडा (गुजरात)

• कै -कैगा (कर्नाटक)

• क -कलपक्कम(तमिलनाडू)

• कुडनकुलम मे है

• न -नरौर (उत्तरप्रदेश)

Friday, April 14, 2017

ભારતીય બંધારણના ઘડવૈયા


ભારતીય બંધારણના ઘડવૈયા,ભારત દેશના આદર્શ નેતા, દેશના પ્રથમ કાયદાપ્રધાન, એક રાષ્ટ્રનાયક, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં હિમાયતી, વર્ણ વ્યવસ્થા અને સામાજિક અસમાનતાના ભોગ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાત સમાજના મસીહા અને ઉદ્દારક ભારતરત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 126મી જન્મજયંતી નિમિતે સર્વે ભારત દેશની જનતાને ખુબ ખુબ શુભકામનાઓ..!

                   👉📚📚

News

ભીમ એપ્‍લીકેશનના માધ્‍યમથી વેકેશનમાં પણ યુવક-યુવતીઓ રપ હજાર સુધીની કમાણી કરી શકશેઃ નરેન્‍દ્રભાઇ મોદીઅહિ ક્લિક કરો

👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

संयुक्त राष्ट्र संघ कि भाषा कौन कौन है? GK


Trick –– "शाहरुख का फेस"

• S – स्पेनीस

• R – रसीयन

• F – फ्रेच

• A – अरबी

• C – चिनी

• E – English

Thursday, April 13, 2017

📚ચંદ્રવદન મહેતા 📚

👉૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાની જન્મતિથિ છે.

👉ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે

👉ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૬ એપ્રિલ, ૧૯૦૧ - ચોથી મે, ૧૯૯૧) પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને કવિ હતા. તેઓ ચં. ચી. મહેતા અથવા ચંદ્રવદન મહેતા એવા ટુંકા નામે ઓળખાતા હતા.


👉૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.


👉ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. 

👉ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. 

👉મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.


👉૧૯૩૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 

👉૧૯૪૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 

👉૧૯૫૦માં તેમને એનાયત થયેલા કુમાર સુવર્ણ ચંદ્રકનો તેમણે અસ્વિકાર કર્યો હતો.

 👉૧૯૬૨માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.

👉૧૯૭૧માં પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયાં માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

 👉૧૯૭૧માં તેમને ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. 

👉૧૯૮૪માં, તેમને સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.


👉આગગાડી ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક છે. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે.
👉આગગાડીનું અંગ્રેજી ભાષાંતર તેમણે પોતે આર્યન રોડ તરીકે કર્યું છે.

👉બાંધ ગઠરિયાં ભા. ૧-૨ (૧૯૫૪) ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી 'આત્મકથાનો' એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે.

👉ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.



👉૧૯૬૦માં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિએટર ઇન્સ્ટ્યુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે ૨૭ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે.

જ્વાળામુખી

ભારત માં કુલ 6 જ્વાળામુખી
તેમાંથી એક માત્ર સક્રિય જ્વાળામુખી એટલે "બેરન "જે અંદામાન માં આવેલો છે.
બીજા જ્વાળામુખી ના નામ નીચે મુજબ છે.

જવાળામુખી(પર્વત)            રાજ્ય
👇👇👇👇                👇👇
1)  નાર્કોન્ડેમ.                  અંદામાન
2)  બરાતાંગ.                  અંદામાન
3) ડક્કન ટ્રેપ્સ.                મહારાષ્ટ્ર
4) ધોસીહિલ.                 હરિયાણા
5) ધિણોધર.                   ગુજરાત

👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Saturday, April 8, 2017

64મા નેશનલ ફિલ્મ એવોર્ડ


64મા નેશનલ ફિલ્મ એવોર્ડની  ઘોષણા થઈ ચુકી છે જેમાં સોનમ કપૂરની ફિલ્મ નીરજાને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે જ્યારે ફિલ્મ રૂસ્તમ માટે અક્ષયકુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો અને ઉત્તરપ્રદેશને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યુ છે.

એવોર્ડનું લીસ્ટ
- બેસ્ટ ફિલ્મ - હિન્દી નીરજા
- બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ - જી. ધનંજયાન
- બેસ્ટ ફિલ્મ- તમિલ  જોકર
- બેસ્ટ ફિલ્મ - ગુજરાતી રાજુ
- બેસ્ટ ફિલ્મ - બંગાળી વિસર્જન
- બેસ્ટ ફિલ્મ-  મરાઠી દસકરિયા,
- બેસ્ટ ફિલ્મ-  કન્નડ ફિલ્મ રિઝર્વેશન
- બેસ્ટ એક્ટર - અક્ષય કુમાર રૂસ્તમ
- ઉત્તરપ્રદેશ મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ
- બેસ્ટ એક્ટ્રેસ - સુરભી તમિલ ફિલ્મ મિનામિનુંગૂ
- બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ- જાયરા વસીમ ફિલ્મ દંગલ
- બેસ્ટ સોશિયલ ફિલ્મ - પિંક
- બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- ધનક
- સ્પેશ્યિલ જ્યૂરી એવોર્ડ - મોહનલાલ
- બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર- ઈમાન ચક્રવર્તી - તુમી જોકે ભાલોબાશો ગીત માટે
- બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - સુંદરા ઐયર - તમિલ ફિલ્મ જોકર
- બેસ્ટ એક્શન ડાયરેક્ટર- પીટર હેન
- સ્પેશ્યિલ મેન્શન એવોર્ડ - આદિલ હુસૈન
- બેસ્ટ ડિરેક્ટર - રાજેશ ( પ્રિયંકા ચોપરા પ્રોડકશનની વેંટીલેટર માટે)


तलाटी ऑर्डर बाबत नो लेटेस्ट न्यूज

तलाटी ना ऑर्डर सीएम ना हस्ते 10/4/2017 ना रोज महात्मा मंदिर खाते आपवामा आवशे

Friday, April 7, 2017

વિવિધ ઉજવણી


૧oવર્ષ = દશાબ્દી
 ૨૦વર્ષ = દ્રિદશાબ્દી
 ૨૫વર્ષ = રજત મહોત્સવ
 ૩૦વર્ષ = મોતી મહોત્સવ
 ૪૦વર્ષ = માહેંક મહોત્સવ
 ૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ
 ૬૦વર્ષ = હિરક મહોત્સવ
 ૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ
 ૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ
 ૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ
 ૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ…

ઓનલાઇન ટેસ્ટ (Online Test): ※ ટેસ્ટ નમ્બર 4 ※

ઓનલાઇન ટેસ્ટ (Online Test): ※ ટેસ્ટ નમ્બર 4 ※: નમસ્તે ફ્રેંડ ટેસ્ટ નમ્બર ચાર આપવા તૈયાર હોઇ તો નીચેની લિન્ક પર ક્લિક  કરો આભાર… અહિ ક્લિક કરો આપનો અભીપ્રાઇ નીચે comment box મા આપવા નમ...

આત્મકથા અને લેખકો


1. સત્યના પ્રયોગો - ગાંધીજી

2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "

3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર

4. મારી હકીકત - નર્મદ

5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી

6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ

7. થોડા આંસુ થોડા ફુલ  -જયશંકર સુંદરી*" ભોજક "

8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "

9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી

10. ઘડતર અને ચણતર -નાનાભાઈ ભટ્ટ

11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ

12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા

13. સુરત મુજ ઘાયલ ભૂમિ -  ભગવતી કુમાર શર્મા

14. જીવન પંથ જીવન રંગ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી   " ધૂમકેતુ "

15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન

16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા

17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) -  ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ

Thursday, April 6, 2017

રોજગાર સમાચાર

Download રોજગાર સમાચાર 👉 goo.gl/lmmqpf

શબ્દ સમૂહ માટે એક શબ્દ (5)


41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ..

પુરા નામ



*👇DGP
*👉Director General of Police

*👇MD
*👉Managing Director

*👇DIG
*👉Deputy Inspector general

*👇IPS
*👉Indian Police Service

seva setu


Wednesday, April 5, 2017

Forest 3D Round


Dadi Yatra



ગીથા જોહરી


(Geetha Johri)
👉ગુજરાત રાજ્યના 35મા અને પ્રથમ મહિલા પોલીસવડા બન્યા
👉ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ઇન્ચાર્જ DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો.

Tuesday, April 4, 2017

શાસ્ત્રીય ગાયિકા કિશોરી અમોનકર નિધન


શાસ્ત્રીય ગાયિકા કિશોરી અમોનકર નુ 84 વર્ષે   નિધન
👉જન્મ-10 એપ્રિલ 1932
👉નિધન-3 એપ્રિલ 2017
👉1981 મા પદ્મ ભુષણ એવોર્ડ
👉2002મા પદ્મ વિભુષણ એવોર્ડ
👉ખયાલ, ઠુમરી, ભજનો અને ફિલ્મો મા પણ ગીતો ગાયા છે
*👉ગાન સરસ્વતી* તરીકે તેઓ પ્રખ્યાત હતા
*👉ગીત ગાયા પથ્થરો ને* ફિલ્મના ટાઇટલ સોન્ગથી હિન્દી ફિલ્મોમા જાણિતા બન્યા હતા

કરન્ટ અફેયર્સ

દાહોદ જિલ્લામાં કુલ 8 તાલુકા છે અને નવું નવમું સીંગવડ બનશે એમ ગુજરાત ના કુલ તાલુકાઓની સંખ્યા 251 થઈ જશે.

શબ્દ સમૂહ માટે એક શબ્દ (3)


21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ



શબ્દ સમૂહ માટે એક શબ્દ (4)


31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું

શબ્દ સમૂહ માટે એક શબ્દ (2)


11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ

શબ્દ સમૂહ માટે એક શબ્દ (1)

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું

પ્રથમ મહિલા DGP ગુજરાત રાજ્ય ના

ગુજરાત રાજ્ય ના 35 માં અને પ્રથમ મહિલા DGP બન્યા - ગીતા જોહરી
ગુજરાત ના ઇન્ચાર્જ DGP તરીકે ગીથા જોહરી ની નિમણૃક*

*👮‍♀ગીથા જોહરી👮‍♀*
      (Geetha Johri)
*👉ગુજરાત રાજ્યના 35મા અને પ્રથમ મહિલા પોલીસવડા બન્યા*
👉ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ઇન્ચાર્જ DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો
👉1982 કેડર ના *ગુજરાત ના પ્રથમ મહિલા IPS અધિકારી છે*
👉મુળ તમિલનાડુ ના વતની
👉અભ્યાશ-કમેસ્ટ્રી મા Msc
👉નવેમ્બર મા થશે રીટાયર્ડ
👉પી.પી.પાંડેય ના રાજીનામા પછી ગુજરાત પોલીસ તંત્રની કમાન ગીથા જોહરીને સોંપાઈ
👉હાલમા ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના MD તરીકે છે
👉1998 મા DIG તરીકે વરણી
👉તેમના પતિ અનિલ જોહરી હાલ ફોરેસ્ટ વિભાગ મા ફરજ બજાવે છે

Gujarat



પશુ સંરક્ષણ સુધારા બિલ ગૃહમાં રજૂ કરાયુ


જય ગૌવ માતા જય હો ગરવી ગુજરાત
પશુ સંરક્ષણ સુધારા બિલ ગૃહમાં રજૂ કરાયુ
ગૌવંશ હત્યા, હેરાફેરી કરનારને કરાશે દંડ
હેરફેર કરનાર વાહન જપ્ત કરવામાં આવશે
1થી 5 લાખના દંડની પણ જોગવાઈ
ગૌહત્યાના ગુનેગારોને થશે આજીવન કેદ
બિનજામીનપાત્ર ગણાશે ગુનો
પરમિટ હશે તો પણ રાત્રિ દરમિયાન નહીં કરી શકાય હેરફેર

વિધાનસભા 2017 ચૂંટણી જાહેર


BREAKING NEWS
ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણી જાહેર
તારીખ : 1-5-2017 થી 7-5-2017  ઉમેદવારી ફોર્મ ભરાશે
તારીખ : 8-5-2017 થી 10-5-2017 ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે
ચૂંટણી તારીખ
27-5-2017 શનિવાર
સવારે 8:00 થી સાંજ ના 5:00
ચૂંટણી પરીણામ
1-6-2017 ગુરુવાર

ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી


"ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર

j&k


RBI - ભારતીય રિઝર્વ બેન્ક

❇ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫

❇ભારતીય રિઝર્વ બેન્ક ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.

❇રિઝર્વ બેન્ક ભારતની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે.

❇તેની સ્થાપના ૧ એપ્રિલ ૧૯3૫ના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯3૪ મુજબ થઇ હતી.

❇બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના સિદ્ધાંતોના આધારે જ ભારતીય રિઝર્વ બેન્કનું માળખું તૈયારકરાયું હતું.

❇પ્રથમ RBI Governor         – ઓસ્બોર્ન સ્મિથ

❇પ્રથમ ભારતીય RBI Governor -સી.ડી.દેશમુખ

❇હાલના વર્તમાન RBI Governor – ઉર્જિત પટેલ.

એન્ડ્રોઇડ મોબાઇલ એપનું લોન્ચીંગ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા  માનનીય મુખ્યમંત્રી શ્રી Vijay Rupani ની હાજરી માં રાજ્યના મુસાફરોની સેવા-સુવિધા માટે એક નવતર કદમ રૂપે એન્ડ્રોઇડ મોબાઇલ એપનું લોન્ચીંગ કરેલ હતું. #GSRTC Official Ticket Booking Appમાં રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝેકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.

Monday, April 3, 2017

ચાઈનામેન બોલર

❇ કુલદિપ ભારત તરફથી ટેસ્ટ રમનારો સૌપ્રથમ ‘ચાઈનામેન બોલર’
૧૯33ની ટેસ્ટ્થી ‘ચાઈનામેન’ શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.

❇ ચાઈનામેન બોલિંગ એટલે શું?
ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.

ગુજરાતી સમાચાર પત્રો