Thursday, November 30, 2017

૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષ

ભારતનો ૧ રૂપિયો ૧૦૦ વર્ષનો થયો છે. આ સાથે જ તે સંગ્રહ કરવા લાયક ચીજ બની ગયો છે.
સદીના આ લાંબા સમયગાળામાં ૧ રૂપિયાનું મૂલ્ય ઘણું ઘસાઈ ગયું છે. આજે લોકો ભાગ્યે જ એક રૂપિયાની કિંમતમાં કંઈક ખરીદી શકે છે. મોટે ભાગે ચોકલેટ, પીપરમીંટ કે ધાણાદાળનું પડીકું ખરીદી શકે છે. ભારતના આ ચલણે બે વિશ્વયુદ્ધ જોયા છે, પરંતુ આ વર્ષોમાં એનું મૂલ્ય પણ સતત ઘટતું ગયું છે અને આજે તો એ વ્યવહારિક રીતે ઉપયોગમાંથી લગભગ આઉટ થઈ ગયો છે.

ભારત પર દોઢસો વર્ષ સુધી રાજ કરનાર બ્રિટિશ સરકારે ૧૯૧૭ની ૩૦મી નવેમ્બરે એક રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી.
ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.
વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
પોતાની ૧૦૦ વર્ષની સફરમાં એક રૂપિયાની નોટમાં ૪૪ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. એક રૂપિયાની નોટ એકમાત્ર ચલણ છે જેનું પ્રિન્ટિંગ ભારત સરકાર કરે છે અને ભારતીય રીઝર્વ બેન્ક કરતી નથી. આ નોટ પર નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે.
એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ ૧૯૯૪માં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ ૨૧ વર્ષના ગાળા બાદ ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ફરી એનું પ્રિન્ટિંગ શરૂ કર્યું હતું.
એક રૂપિયાની નોટ ભારતનું મૂળ ચલણ હોવાથી સરકારે એનું પ્રિન્ટિંગ ફરીથી શરૂ કર્યું હોવાનું મનાય છે.
આ નોટ જોકે હવે ખાસ લોકોને જોવા મળતી નથી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં ઝવેરી બજાર અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક રૂપિયાની ૧૦૦ નોટોનું એક બંડલ કાળા બજારમાં રૂ. ૬૦૦માં વેચાય છે. જૂની, પ્રાચીન ચલણી નોટોના સંગ્રહકો આટલી ઊંચી કિંમત ચૂકવીને પણ એક રૂપિયાની નોટ ખરીદતા અચકાતા નથી.

ગુજરાતના નવા ડીજીપી ઇનચાર્જ બન્યા પ્રમોદ કુમાર

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદ કુમારની વરણી
રાજ્યના પહેલા મહિલા ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થયા છે. અને તેમની જગ્યાએ સરકારે પ્રમોદ કુમારને સિનિયોરીટી મુજબ નવા ડીજીપી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગીથા જોહરીની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નવા ડીજીપી કોણ બનશે તે મામલે સસ્પેન્શ રખાયું હતું. જો કે આજે આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે. માટે આ માટે ચૂંટણી પંચ સામે પણ રજૂવાત કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે વયમર્યાદાને જોતા ડીજીપી પ્રમોદ કુમાર પણ માર્ચ 2018માં નિવૃત્ત થશે પણ ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી તે ડીજી તરીકે કામ ચાલુ રાખશે. નોંધનીય છે કે પ્રમોદ કુમાર 1983 બેચના અધિકારી છે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા સમતે 3 નામોમાંથી પ્રમોદ કુમારના નામને લીલી ઝંડી આપવામાં આવી છે. ચૂંટણી પંચે નિર્ણય પછી હાલ 3 મહિના સુધી પ્રમોદ કુમાર આ પદ સંભાળશે.  ત્યારે નવા ડીજીપી તરીકે પ્રમોશન થતા પ્રમોદ કુમારના પરિવારજનો અને મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનાે કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારિંસહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઆે બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનાે લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પાેલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઆે અને મંત્રીઆે સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસાે બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રિષ્ટકોણથી એવા ઉચ્ચ પાેલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને 1983ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.

Wednesday, November 29, 2017

મુંબઈ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે

મુંબઈઃ શુક્રવારના રોજ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એક જ રનવે પરથી 24 કલાકમાં કુલ 969 જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું. અને આ સાથે જ મુંબઈ એરપોર્ટે પોતાના 935 ફ્લાઇટના બનાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે.

લગભગ, મોટાભાગના મેગાસીટીસમાં એરપોર્ટ પર 2 કે તેથી વધુ રનવે છે અને બંને રનવે એકસાથે કામ કરે છે જયારે મુંબઈમાં બે રનવે છે પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી કોઈપણ સમયે એક જ રનવેનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ટેક્નિકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

માહિતી અનુસાર, મુંબઈ એરપોર્ટ દરરોજ 900થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. અને એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે નજીકના સમયમાં જ 1000નો આંકડો પાર થઇ જશે. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારીનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે એક કલાકમાં 50થી વધુ વિમાનોનું ટેકઓફ કરાવે છે. હવે મુંબઈ પણ 50થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

Tuesday, November 28, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું.


હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું. જોકે શહેરની જનતા માટે મેટ્રો ટ્રેન 29 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. મેટ્રોના પ્રથમ તબક્કામાં નાગોલથી મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પણ જોડાયા હતા.
See more

Thursday, November 23, 2017

PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.
આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉમંગ મોબાઈલ એપ લોંચ કરી. જેના માધ્યમથી લોકો કેંદ્ર તથા રાજ્ય સરકારોની સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સંમ્મેલનમાં મંત્રી રવિશંકર પ્રસાદ અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ સંબોધન કર્યું. આ સંમ્મેલનમાં 120 કરતા વધારે દેશોના પ્રતિનિધિનો ભાગ લઈ રહ્યા છે જે શુક્રવાર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ઉમંગ ની સેવાઓ શરૂ કર્યા બાદ આઈટી મંત્રીલયે કહ્યું લગભગ તમામ પ્રકારની સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવો દરવાજો છે. જેમાં મહિલા સુરક્ષા, ઈ-જિલ્લા, પાસપોર્ટ સેવાઓ સામેલ છે. આ સેવાઓ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

માનુષી છિલલર



manushi chhillar मिस वर्ल्‍ड मानुषी छिल्‍लर

Manushi Chhillar (born 14 May 1997) is an Indian model and beauty queen who was crowned Miss World 2017. She was previously crowned Femina Miss India 2017 on 25 June 2017. Chhillar is the sixth Indian woman to win Miss World, and the first since Priyanka Chopra won Miss World 2000.
 मिस वर्ल्‍ड 2017 का ख‍िताब जीतकर भारत का नाम रोशन करने वाली मानुषी छ‍िल्‍लर को दुनिया के कोने-कोने से बधाइयां मिल रही हैं. मानुषी जितनी खूबसूरत हैं उतनी अक्‍लमंद और हाजिरजवाब भी हैं. मिस वर्ल्‍ड के फाइनल राउंड में उन्‍होंने एक सवाल का ऐसा जवाब दिया कि दुनिया की सबसू खूबसूरत महिला का क्राउन उनके नाम हो गया. उनसे पूछा गया था कि किस प्रोफेशन को सबसे ज्‍यादा सैलरी मिलनी चाहिए. इस पर उन्‍होंने जवाब दिया था कि एक मां को सबसे ज्यादा इज्जत मिलनी चाहिए और जहां तक सैलरी की बात है, तो इसका मतलब रुपयों से नहीं बल्कि सम्मान और प्यार से है. उनके इस जवाब की खूब सराहना हो रही है. इस बीच कांग्रेस नेता शश‍ि थरूर ने मानुषी छिल्लर के सरनेम को करेंसी वाली चिल्लर से जोड़कर नोटबंदी के लिए बीजेपी को घेरने की कोशिश की थी.



See more

Wednesday, November 22, 2017

ભારતની કુલ છ સુંદરીઓ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે.

✴અત્યાર સુધીમાં ભારતની કુલ છ સુંદરીઓ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે.

💠Trick 👉 RADU PM
R  - રીટા ફરીયા   1966
A. - એશ્વર્યા રાય. 1994
D  - ડાયના હેડન   1997
U  -  યૂક્તા મુખી.   1999
P  -. પ્રિયંકા ચોપરા. 2000
M  -  માનુષી છિલલર 2017
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


Wednesday, November 15, 2017

શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય

જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,

માતા :- શ્રી રાજબાઈ ઠક્કર

પિતા :- શ્રી પ્રધાન ઠક્કર

જન્મ સ્થળ :- ગામ વિરપુર

જનોઈ સંસ્કાર સંવત :-1870

લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.

પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર

સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી.

સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.,
ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી...

સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !

સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા.

સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા..

સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.

સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...

સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.

સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.

સંતાન :- એક દીકરી - નામ - જમના બેન.

કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,

વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે,

જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..

જયજય જલારામ બાપા.

Saturday, November 4, 2017

ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો 2

             51 to 90

કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮
સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫
લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪


ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો

ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો  
       1 To 50
ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨
અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩
કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯
કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨
કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭

ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯
રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯
કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪
કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭
કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨

યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧
ગુજરાતી શાળા _૧૮૨૬
ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦
છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨
પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩

સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭
ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫
પુસ્તકાલય-સુરત -૧૯૬૩
પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩
નવલકથા(એતિહાસિક )`કરન્ઘેલા `નંદશંકર-૧૮૬૬

ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨
કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮
મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭
ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮
ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭

રિફાયનરી-કોયલી -૧૯૬૭
શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩
સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪
નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪
મોગલ શાસન – ૧૫૭૩

મુસલમાની શાસન – ૧૩૦૪
છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪
અંગ્રેજ વેપાર – ૧૬૧૩
અંગ્રેજી શાસન – ૧૮૧૮
ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨

પુસ્તકાલય – સુરત ૧૮૨૪
ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬
છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩
નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪
ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮

છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨
અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬
કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯
ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯
નાટક – લક્ષ્મી ૧૮૫૧

કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩
ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪
સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪
રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫
ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭

Wednesday, November 1, 2017

રોજગાર સમાચાર

રોજગાર સમાચાર

 🇷 🇴 🇯 🇬 🇦 🇷
 🇸 🇦 🇲 🇦 🇨 🇭 🇦 🇷
🎓રોજગાર સમાચાર

💥ROZGAR SAMACHAR

✍🏽ડાઉનલોડ કરો ગુજરાત સરકાર માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું સાપ્તાહિક રોજગાર સમાચાર પેપર

🎓જેમાં હાલમાં ચાલતી સરકારી ભરતી ની માહિતી

👉🏻નીચેની લીંક પર ક્લિક કરો.
👇🏾👇🏾👇🏾👇🏾👇🏾
http://gujaratinformation.net/showpage.aspx?contentid=32

સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી ?


http://www.mahesh181218.com/p/blog-page_23.html

ગુજરાતી સમાચાર પત્રો

સવાર ની શરૂઆત કરો તાજા સમાચાર થી.


દિવ્ય ભાસ્કર 

દિવ્ય ભાસ્કર Pdf   

સંદેશ  

સંદેશ Pdf

ગુજરાત સમાચાર 

ગુજરાત સમાચાર Pdf 

નવગુજરાત સમય 

નોબત

http://www.mahesh181218.com/p/blog-page_18.html 

ગુજરાતી સમાચાર પત્રો