Saturday, February 25, 2017

🌐ઉમાશંકર જોશીનો સંપૂર્ણ જીવન પરિચય🌐

💠ઉમાશંકર જોશીનો સંપૂર્ણ જીવન પરિચય💠
👉• ઉમાશંકર જોશીને 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામથી ઓળખવામાં આવે છે.

👉• ઉમાશંકર જોષી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્થાન ધરાવે છે.

👉• તેમણે 1947 માં 'સંસ્કૃતિ' નામનું સામયિક શરુ કર્યું.

👉• 1968 માં ભારતીય જ્ઞાનપીઠ નું પારિતોષિક મળ્યું.

👉• તેમનું પ્રથમ કાવ્યસંગ્રહ 'વિશ્વશાંતિ' છ ખંડોમાં વિભાજિત છે.

👉• તેમના 'ગંગોત્રી' માં તત્કાલીન ગુજરાતના વિશીષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે.

👉• નિશીથ સંગ્રહ તેમણે આપ્યું છે.

👉• પ્રાચીના કાવ્યસંગ્રહ ત્રીજા અવાજ તરફ વળેલો છે.

👉• 'સપ્તપદી' તેમનો સાત રચનાઓનો સંગ્રહ છે.

👉• 'સાપના ભારા' અગિયાર એકાંકીઓનો સંગ્રહ છે.

👉• 'બારણે ટકોરા', 'ઊડણ ચરકલડી', 'શહીદ', તેમની એકાંકીઓ છે.

👉• 'હવેલી', 'હળવા કર્મનો હું નરસૈયો' જેવી બે મૌલિક એકાંકી પણ આપી છે.

👉• 'પગલીનો પાડનાર', 'છેલ્લું છાણું', 'મારી ચંપાનો વર', જેવી વાર્તાઓ આપી છે.

👉• 'ત્રણ અર્ધુ બે', 'અંતરાય', અને 'વિસામો' જેવા વાર્તા સંગ્રહ આપ્યા છે.

👉• 'પારકાં ચડ્યાં' એમની એકમાત્ર નવલકથા છે.

👉•'ઉઘાડી બારી' તેમનો નિબંધ સંગ્રહ છે.

       💮💠💮💠💮💠💮💠💮💠💮

Thursday, February 23, 2017

● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●

Competitive Exam Preparation

● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●

👉 મમી પણ ગુજરાતી છે.

મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ


Competitive Exam Preparation




Most Important

અભયઘાટ ક્યા મહાપુરુષની સમાધિ છે ?
મોરારજી દેસાઈ

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની સમાધિ નર્મદા ઘાટ કઈ જગ્યાએ આવેલ છે ?
ગાંધીનગર

ગુજરાતની લોકનાટ્ય શૈલી ક્યા નામે ઓળખાય છે ?
ભવાઈ

અમદાવાદનો પ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ?
મહેન્દ્રભાઈ પટેલ

સંત સરોવર કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?
સાબરમતી

મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે ?
વડોદરા

પીઠાવાલા સ્ટેડીયમ ક્યાં આવેલું છે ?
સુરત

૨૦૦૧ થી ૨૦૧૧ ના દશકામાં ગુજરાતમાં સૌથી ઓછો વસતિ વૃદ્ધિ દર ક્યા જિલ્લાનો રહ્યો છે ?
નવસારી (૮.૧૫)

૨૦૧૧ ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં શિશુ લિંગ પ્રમાણ કેટલું છે ?
૮૯૦

૨૦૧૧ ની વસતિ ગણતરી પ્રમાણે ક્યા જિલ્લામાં લિંગ પ્રમાણ સૌથી વધુ છે ?
તાપી (૧૦૦૭)


👉ગાંધીસ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
ભાગર

રાજસ્થલી પરિયોજના કઈ નદી પર આવેલી છે ?
દાહોદ

કંકાવટી નદી ક્યાં જિલ્લામાં વહે છે ?
મોરબી

નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ કયો છે ?
પાનવડ

કયું બંદર ગેટ વે ઓફ પોર્ટ તરીકે ઓળખાય છે ?
હજીરા

ગુજરાતના કેટલા જીલ્લાઓ માત્ર જમીની સરહદથી બંધાયેલા છે ?
૧૮

સહજાનંદ વન ક્યાં આવેલ છે ?
અક્ષરધામ, ગાંધીનગર

સિદ્ધપુરનું કયું મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે ?
કાર્તિકેય સ્વામી મંદિર

સુવા અને અજમાનો સૌથી વધુ પાક ક્યાં થાય છે ?
જામનગર

ગુજરાતના ક્યા જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદો સ્પર્શે છે ?
રાજકોટ, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ

👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏


important GK


👏📲

કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ સૂર્યમંદિર આવેલું છે ?
કંથકોટ

અંતિમ વિરામ – મુક્તિધામ ક્યાં આવેલ છે ?
સિદ્ધપુર

ગાંધી કુટીર સંસ્થા ક્યાં આવેલી છે ?
કરાડી (જિ. નવસારી)

‘મરોલી’ શાને લીધે પ્રસિદ્ધ બન્યું છે ?
કસ્તુરબા સેવાશ્રમ

નિકોરાબેટ કઈ નદી પર આવેલો છે ?
નર્મદા

સત્ત ચિત્ત – આનંદ વોટર શો ક્યાં આવેલ છે ?
અક્ષર ધામ, ગાંધીનગર

વડોદરામાં કાર્યરત બાળકો માટેની ટચુકડી રેલગાડી ક્યાં નામે ઓળખાય છે ?
ઉદ્યાનપરી

નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલ છે ?
ગાંધીનગર

આયુર્વેદિક ઔષધિઓના સંસોધન માટેની ધન્વંતરી પરિયોજના ક્યાં સ્થળે અમલમાં મુકવામાં આવી છે ?
રમણ ગામડી (જિ. વડોદરા)

ઝાંઝરીનો ધોધ ક્યા જિલ્લામાં આવેલો છે ?
અરવલ્લી


👏📲ભાટ મુકામે સ્થપાયેલ પ્લાઝમા રીએક્ટરને કયું નામ આપવામાં આવ્યું છે ?
આદિત્ય.

ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે ?
મોઢેરા

ગુજરાતના ક્યા તાલુકાની ત્રણેય બાજુ દરિયો આવેલો છે ?
ઓખામંડળ (જિ. દેવભૂમિ દ્વારકા)

સ્ટેપ ગાર્ડન ક્યાં આવેલ છે ?
વઘઈ

ફ્રી લેન્ડ ગંજ શહેરી વિસ્તાર ક્યા શહેર નજીક વિકસે છે ?
દાહોદ

ગાંધીનગર નગર આયોજનની પ્રેરણા ક્યા શહેર પરથી લેવામાં આવી છે ?
ચંદીગઢ

શ્રીનાથગઢ સિંચાઈ યોજના ક્યા જિલ્લામાં આવેલી છે ?
રાજકોટ

ઇકબાલગઢ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલો છે ?
બનાસકાં

Gk


સૌરાષ્ટ્રમાં હિંગોળગઢની ટેકરીઓને શાનું બિરૂદ મળેલ છે ?
સૌરાષ્ટ્રના માથેરાનનું

પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર થયા છે ?
સિંગાપોર પોર્ટ એથોરિટી

ડાંગમાં હોળીને શું કહે છે ?
શિગમા

સુવર્ણ ચતુર્ભુજ હાઇવે પર ગુજરાતના ક્યા શહેરો આવેલા છે ?
હિંમતનગર, વડોદરા, અમદાવાદ, સુરત, આણંદ

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ક્યા બે સ્થળોને જોડે છે ?
અમદાવાદ અને મુજફ્ફરપુર

શહેરોના વર્ગીકરણમાં ગાંધીનગર ક્યાં પ્રકારનું કેન્દ્ર ગણાય ?
વહીવટી

કચ્છી સાહિત્ય એકેડેમી ક્યાં આવેલી છે ?
ગાંધીનગર

અહિંસા એક્સપ્રેસ ટ્રેન ક્યા બે સ્થળોને જોડે છે ?
અમદાવાદ – પુણે

પારસનાથ એક્સપ્રેસ ટ્રેન ક્યા બે સ્થળોને જોડે છે ?
અમદાવાદ – ધનબાદ

વડોદરા જિલ્લામાં મળતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ તરીકે કામમાં આવે છે ?
રાઈસા

*પોલીસ કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું સુધારેલું પરિણામ,પ્રોવિસનલ મેરીટની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશની નવી તારીખ જાહેર*


ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
  અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ,વડોદરા દ્ધારા અગાઉ આપવામાં આવેલ જાહેરાત ક્રમાંક: LRB/201617/1 અનુસંધાને લોકરક્ષક ભરતી અન્વયે ઉમેદવારોની શારીરિક કસોટી (PET/PST) તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી રાજયના જુદા જુદા ૧૦ કેન્દ્ર ઉપર યોજવામાં આવેલ. ઉમેદવારોની આ શારીરિક કસોટી (PET/PST) હંગામી પરીણામની વિગતો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ www.lrb2016.org ઉપર તા.૧૬/૦ર/૧૭ ના રોજ અપલોડ કર્યા બાદ નીચે જણાવેલ ગ્રાઉન્ડ ખાતેના હંગામી પરીણામોમાં ફેરફારની જરૂરીયાત જણાતા નીચે મુજબ સુધારો કરી ફરી નવી ફાઇલો તા.૨૨/૦૨/૧૭ ના રોજ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. જેની સુધારેલ સાચી વિગતો નીચે મુજબ છે.
(૧) પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ શહેર ગ્રાઉન્ડ ખાતે તા.૧૬,૧૭/૦૧/૨૦૧૭ ના રોજ લેવાયેલ શારીરિક કસોટીના પરીણામ ટેકનીકલ ખામીના કારણોસર રદ કરવામાં આવેલ અને આ બે દિવસના ઉમેદવારોને દોડ માટે ફરીથી તા.૦૬/૦૨/૧૭ ના રોજ બોલવવામાં આવેલ. જે તા.૦૬/૦૨/૧૭ ના PET ના પરીણામમાં શરતચૂકથી બે બેચ નં.૫ અને ૬ ના ઉમેદવારોના પરીણામમાં તા.૧૭/૦૧/૧૭ ના રોજના રદ કરાયેલ પરીણામોની વિગત મુકાયેલ છે. જે હટાવી તા.૦૬/૦૨/૧૭ના રોજના પરીણામની વિગતો મુકવામાં આવેલ છે.
(૨) રાજય અનામત પોલીસ દળ,જુથ-૭,નડીયાદ ગ્રાઉન્ડ ખાતેના તા૧૬/૧/૧૭ ના અને તા.૧૭/૧/૧૭ના પ્રથમ બે દિવસના પરીણામમાં અમુક ઉમેદવારોની દોડના સમયમાં સેકન્ડ દર્શાવવાની રહી ગયેલ હોય, તે દર્શાવવામાં આવેલી છે. ઉમેદવારોના ગુણમાં કોઇ ફેરફાર થયેલ નથી.
(૩) જેથી ઉપરોકત બંન્ને ગ્રાઉન્ડના સબંધિત ઉમેદવારોએ આ અંગે ખાસ નોંધ લેવી. ઉપર જણાવેલ વિગતો સિવાય બાકી પરીણામની વિગતોમાં કોઇ ફેરફાર નથી. હવે ઉપરોકત બાબતમાં કોઇ ઉમેદવારને કોઇ રજુઆત હોય તો અગાઉ આપેલ સમય તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૩/૦૨/૧૭ સુધીમાં સુધારો કરી આવા ઉમેદવાર હવે તા.૨૭/૦૨/૧૭ સુધી અત્રેની કચેરી ખાતે રૂબરૂમાં આવી રજુઆત કરી શકશે. આ પછી કોઇ ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
(૪) લેખીત પરીક્ષા અને શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ આધારે આખરી મેરીટ લીસ્ટ (અસલ દસ્તાવેજોની ચકાસણી વગર) તા.૦૨/૦૩/૧૭ ના રોજ મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૪/૦૩/૧૭ થી તા.૧૪/૦૩/૧૭ સુધી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા ખાતે તા.૧૫/૦૩/૧૭ થી શરૂ કરવામાં આવશે
 
  સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક,
વડોદરા વિભાગ, વડોદરા.

Friday, February 17, 2017

*■ લોક રક્ષક ભરતી ■*

*જીલ્લા મૂજબ પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા.*

● ગાંધીનગર : 5340
● ગોધરા : 5673
● જૂનાગઢ : 5837
● નડીયાદ : 5805
● વડોદરા : 5240
● શાહીબાગ : 5131
● હીમ્મતનગર : 6561
● સૂરત : 4911
● રાજકોટ : 5997
● સૈજપુર બોગા : 6811
_________________________
*●કૂલ ઉમેદવાર : 57,306*
 અંગે શારીરિક અને લેખિત પરીક્ષા (અસલ દસ્તાવેજ ચકાસણી વગર) મેરીટ લીસ્ટ તા.૨૫/૦૨/૧૭ ના રોજ આ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૨૭/૦૨/૧૭ થી તા.૦૫/૦૩/૧૭ સુધી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાતી સમાચાર પત્રો