Thursday, April 20, 2017

સુરતમાં PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુરત ની મુલાકાતે છે. પીએમ મોદીના સ્વાગત માટે સુરતને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ પર નીતિન પટેલ, જીતુ વાઘાણી, આનંદીબહેન પટેલ સહિતના ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદીનો રોડ શો શરૂ
ઓપન કારમાં બેસી પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.
રોડ શોમાં સૌથી આગળ મહિલા બાઇકર્સ જોડાઇ.
 
12 કિમી લાંબા આ રોડ શોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થામાં 25000 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હાજર છે.
લગભગ 5000 જેટલા બાઇક સવારો પણ આ રેલીમાં જોડાયા.
બાઇક રેલીમાં મોંઘીદાટ હાર્લી ડેવિડસન બાઇક પણ જોડાઇ.
  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ રોડ પર જોવા મળી રહ્યાં છે.
સુરત શહેરની ભવ્ય સજાવટ અને પીએમનો રોડ શો જોવા માટે લગભગ 2 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.





સ્વાગતની તૈયારીઓ
પીએમના સ્વાગત માટે 12 કિલોમીટર લાંબી સાડી તૈયાર કરવામાં આવી છે, જે એરપોર્ટથી લઇને સર્કિટ હાઉસ સુધી પાથરવામાં આવી છે. વધુ ખાસ વાત એ છે કે, આ સાડી પર પીએમ મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનાઓની જાણકારી આપવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આ દુનિયાની સૌથી લાંબી સાડી છે. કેટલીય શાળાઓમાં વિદ્યાર્થીઓએ પીએમના સ્વાગત માટે પેઇન્ટિંગ તૈયાર કરી છે, આ પેઇન્ટિંગ્સમાં પણ પીએમની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સરકાર તથા સુરતના શહેરીજનોના ઉત્સાહને વધાવી લેતાં પોતાની આ યાત્રા અંગે ટ્વીટ કર્યા હતા.

સુરતઃ નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડી બાળકીને આપ્યા આશીર્વાદ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ના સરકીટ હાઉસથી કિરણ હોસ્પિટલના લોકાર્પણ માટે નીકળ્યા હતા. મોદીની એક ઝલક માટે રોડની બંન્ને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઊભા હતાં. કતારગામ દરવાજા પાસે એક નાની બાળકી વડાપ્રધાનનો કાફલાને નિહાળી રહી હતી. બાળકી રોડ પર દોડી જઇ વડાપ્રધાનની ગાડી પાસે જવા જતી હતી, ત્યાં સુરક્ષા કર્મચારીઓએ તેને રોકી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાડીમાં બેસી આ ઘટનાક્રમ જોતાં, તેમણે તરત જ પોતાની કાર ઊભી રખાવી તે બાળકીને પોતાની કારમાં બોલાવી આશિર્વાદ આપ્યા હતા.
વડાપ્રધાનનો વિશાળ કાફલો સરકીટ હાઉસ ખાતેથી નીકળ્યો ત્યારે કતારગામ દરવાજા ખાતે અનેક રત્નકલાકાર પરિવારો ત્યાં ઊભા હતા. પીએમ મોદી ની એક ઝલક જોવા માટે અનેક પરિવારો રસ્તા પર ઊભેલા જોવા મળ્યાં હતા, જેમાંની એક હતી આ નાનકડી બાળકી નેન્સી. તે નરેન્દ્ર મોદીને મળવા માટે છેક કાર સુધી દોડી ગઇ હતી. નરેન્દ્ર મોદીની નજર જેવી આ બાળકી પર પડી કે તેમણે તરત પોતાની કાર થોભાવી, પ્રોટોકોલની ચિંતા કર્યા વગર બાળકીને પોતાની પાસે બોલાવી હતી. તેમણે બાળકીને વહાલથી પોતાની પાસે બોલાવી કારમાં બેસાડી હતી. થોડીવાર બાદ તેને પરત તેના માતા પિતા પાસે મોકલી આપી હતી.

PM મોદી: બોટાદની ધરતી છે તિર્થ સમાન


સોમવારે સાંજે નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નાગરા હવેલી થી બોટાદ પહોંચ્યા હતા. અહીં તેમણે લીંક - 2ની રૂપિયા 1500 કરોડના ખર્ચે નિર્માણ પામેલ યોજાનાના તબક્કા-1નું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ રૂ.1695 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તબક્કા-2નો શુભારંભ સમારોહ પણ યોજાયો હતો.
સૌની યોજના હેઠળ કાનિયાડ-બોટાદના કૃષ્ણસાગર તળાવ થઇ ગઢડા તાલુકાની ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા જ્યારે ભીમડાદ જળાશયમાં નર્મદા નું પાણી પહોંચ્યું ત્યારે લોકોનો ઉત્સાહ જાણે માતો નહોતો. આ સરકારી યોજનાના ગ્રામજનોને ઘણા લાભ મળશે.


યોજનાના ફાયદા
9 જળાશયો ભરાશે
કુલ 190 ગામોને આ યોજનાથી લાભ થશે
1,26,277 એકર જમીનને સિંચાઇનો ફાયદો
બોટાદના 3, ભાવનગરના 5 અને સુરેન્દ્રનગરનું 1 જળાશય ભરાશે
બોટાદ, ગઢડા, ભાવનગર, પાલિતાણા, ઉમરાળા અને ગરિયાધારને પીવાનું પાણી મળી રહેશે

બોટાદની ધરતી તિર્થ સમાન
બોટાદમાં પણ નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. તેમણે કેમ છો, મજામાં કહી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે, બોટાદની ધરતી ભાજપના કાર્યકર્તાઓ માટે તિર્થ સમાન છે. નરેન્દ્ર મોદીએ લોકો સાથે મળી નર્મદે સર્વદે ના નારા લગાવ્યા હતા, ત્યાર બાદ તેમણે લોકોને પોતાના મોબાઇલ ફોનની લાઇટ ચાલુ કરી મા નર્મદાને વધાવવાનું કહ્યું હતું.

ગુજરાતે મને શિક્ષિત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નહેરોમાંથી પાણી ચોરનારા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, પાઇપલાઇનમાંથી પાણી વહે એ સર્વશ્રેષ્ઠ. હવે પાઇપલાઇનમાંથી પાણી નહીં ચોરી શકાય. આજે ગુજરાતમાં 80 ટકા ઘરોમાં નળમાં પાણી આવે છે. આટલા વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ હું વડાપ્રધાન બન્યો. ગુજરાતવાસીઓનો હું હંમેશા આભારી રહીશ. ગુજરાતે મને શિક્ષિત અને દિક્ષિત કર્યો છે. અમારે ચૂંટણી જીતવાના કોઇ કારોબાર નથી કરવા, સેવા કરવી છે.

નર્મદા પ્રત્યે આપણી જવાબદારી વધી જાય છે
પીએમ મોદીએ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ મધ્ય પ્રદેશ સરકારનો આભાર માનવો જોઇએ. મધ્ય પ્રદેશ સરકારે નર્મદા તટ પર વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે. વૃક્ષારોપણ થશે તો જ નર્મદામાં પાણી રહેશે. નર્મદા માટે આપણી જવાબદારી હવે ઘણી વધી જાય છે. ખેડૂતો હવે ટપક પદ્ધિતિથી જ ખેતી કરવાનો સંકલ્પ કરે.

बंगलादेश की सीमा से लगने वाले भारत के राज्य


Trick –– "AM-PM-T"
• A- आसाम
• M- मिजोरम
• P- प॰ बंगाल
• M- मेघालय
• T- त्रिपुरा

ગુજરાતી સમાચાર પત્રો