Sunday, July 14, 2019

બાઈક છોડો બસ પકડો.

બાઈક છોડો બસ પકડો.મિત્રો આ સમાચાર ગઇકાલ ના દિવ્ય ભાસ્કર માં આવેલા છે. અત્યારે કોઈ પણ રોગ , યુદ્ધ કે દુર્ઘટનાઓ કરતા વધુ યુવાનો બાઇક અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેમની ઉંમર 18 થી 35 વર્ષની હોય છે. આજકાલ દરેક પરિવારમાં એકનો એક દીકરો હોય છે. જ્યારે કોઈ યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે તેની પત્ની ભરયુવાનીમાં વિધવા બને છે,બાળકો  પાંચ કે દસ વર્ષની ઉંમરે અનાથ બને છે અને પચાસ થી સાઠ વર્ષની ઉંમરે મા-બાપ બેસહારા બની જાય છે. બાઈક છૌડો બસ પકડો.હવે તે કુટુંબ ની સામાજિક અને આર્થિક હાલતની કલ્પના કરી જોજો... મેં આ લખાણ કોઈના માટે નહી આપણા પોતાના માટે લખ્યું છે. જો તમારે તમારી પત્ની,બાળકો અને માબાપ ને મજુરી કરતા અને ઘર - ઘર ની ઠોકરો ખાતાં ના જોવા હોય તો ફક્ત આટલી વાતનું ધ્યાન રાખો.

-- હેલ્મેટ અવશ્ય પહેરો.
-- ચાલુ બાઇક પર મોબાઈલથી વાત ના કરો.
-- મર્યાદિત સ્પીડમાં બાઇક ચલાવો.
-- બે વ્યક્તિથી વધુ લોકોને બેસાડવાનું ટાળો.

શક્ય હોય તો યુવાનોમાં જાગૃતિ ફેલાવા,તેમનું અણમોલ જીવન બચાવવા આ પોસ્ટ શેર કરી..અને  ખુદ પણ આ વાતનો અમલ કરશો એજ આપ સૌને વિનંતી છે....
...........🙏આભાર🙏

ગુજરાતી સમાચાર પત્રો