Sunday, May 28, 2017

બોર્ડ ના રિઝલ્ટ વિશે.

અત્યારે બોર્ડ રિઝલ્ટની સિઝન ચાલુ છે ત્યારે આટલું જરૂર વાંચજો અને શેર કરજો. કોઇકની જિંદગી બચી શકે છે
બોર્ડ ના રિઝલ્ટ વિશે આ વિડીયો જરૂર જોવો.અહિયા ક્લિક કરો

Saturday, May 27, 2017

ધોરણ - 10 અને 12 પછી શું કરવું ? / કયા ફિલ્ડમાં જવું ?


Karkidi Margdarshan Book 2017 (Career Guidance) for 10th and 12th Passed Students
▪ ધોરણ - 10 અને 12 પછી શું કરવું ? / કયા ફિલ્ડમાં જવું ?
▪ ગુજરાત રોજગાર સમાચાર દ્વારા પ્રસિદ્ધ થયેલ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - 2017
▪ કુલ પેઈજ - 236
▪ PDF Size: 24 MB
▪ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૭ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
👉ક્લિક લીંક

Monday, May 22, 2017

પીએમ મોદીનો ગુજરાત કાર્યક્રમ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ૨૨મી અને ૨૩મી મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમો નીચે મુજબ છે.

_*૨૨મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* વડાપ્રધાન મોદી બપોરે ૧૨.૩૦ વાગે દિલ્હીથી ભુજ આવવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૩ વાગે રીસેન્ટલમેન્ટ કોર્પોરેશન હોલ ગાંધીધામ પહોંચશે અને જુદા જુદા પ્રોજેક્ટ્સનું ખાતમુર્હૂત કરશે.

* સાંજે ૪ વાગે કંડલા એરપોર્ટથી ભચાઉ રવાના થશે.

* સાંજે ૫ વાગે પમ્પિંગ સ્ટેશન અને નર્મદા વોટર કુનોહ કેનાલ અને પબ્લિક મીટિંગ કરશે.

* સાંજે ૭ વાગે મોદી ભુજથી અમદાવાદ જવા રવાના થશે.

* રાત્રે ૮ વાગે મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન જવા રવાના થશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

_*૨૩મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* સવારે ૮.૩૦ વાગે વડાપ્રધાન મોદી રાજભવનથી મહાત્મા મંદિર જશે અને ૧૧ વાગ્યા સુધી આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.

* સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી હેડ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેશે.

* બપોરે ૧૨ વાગ્યે મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે.

Sunday, May 21, 2017

મુંબઈ-ગોવા વચ્ચે 22 મેથી દોડશે લક્ઝરિયસ તેજસ એક્સપ્રેસ; WiFi-LCD સુવિધાથી સભર હશે આ ટ્રેન


મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટ્રેનના કોચીસ ચેન્નાઈની ઈન્ડિયન કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા છે.
આ ટ્રેન કલાકના 130 કિ.મી.ની ઝડપે દોડશે અને મુંબઈ-ગોવા વચ્ચેનું અંતર સાડા આઠ કલાકમાં પૂરું કરશે.
તમામ કોચીસમાં બાયો-વેક્યૂમ ટોઈલેટ્સ છે, ઉપરાંત વોટર લેવલ ઈન્ડિકેટર્સ, ટેપ સેન્સર્સ, હેન્ડ ડ્રાયર્સની પણ સુવિધા છે. ભારતીય રેલવેમાં ટ્રેનમાં પ્રવાસીઓને આ પહેલી જ વાર આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સપ્તાહમાં પાંચ દિવસ દોડનારી આ ટ્રેન મુંબઈ સીએસએમટીથી સવારે પાંચ વાગ્યે ઉપડશે અને કરમાલી બપોરે 1.30 વાગ્યે પહોંચશે. એવી જ રીતે, ટ્રેન કરમાલીથી બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સીએસએમટી રાતે 11 વાગ્યે પહોંચશે.
આ ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ક્લાસ અને ચેર ક્લાસ છે. કોચીચની અંદર જ ચા અને કોફીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. તદુપરાંત મેગેઝિન્સ, નાસ્તાના ટેબલ્સ, એલસીડી સ્ક્રીન્સ અને વાઈ-ફાઈ સુવિધા પણ છે.
ટિકિટ ભાડાંની હજી જાહેરાત કરાઈ નથી, પરંતુ શતાબ્દી તથા અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતાં આ ટ્રેનનું ભાડું 30 ટકા વધારે હશે.

ગુજરાતી સમાચાર પત્રો