Monday, May 22, 2017

પીએમ મોદીનો ગુજરાત કાર્યક્રમ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ૨૨મી અને ૨૩મી મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમો નીચે મુજબ છે.

_*૨૨મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* વડાપ્રધાન મોદી બપોરે ૧૨.૩૦ વાગે દિલ્હીથી ભુજ આવવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૩ વાગે રીસેન્ટલમેન્ટ કોર્પોરેશન હોલ ગાંધીધામ પહોંચશે અને જુદા જુદા પ્રોજેક્ટ્સનું ખાતમુર્હૂત કરશે.

* સાંજે ૪ વાગે કંડલા એરપોર્ટથી ભચાઉ રવાના થશે.

* સાંજે ૫ વાગે પમ્પિંગ સ્ટેશન અને નર્મદા વોટર કુનોહ કેનાલ અને પબ્લિક મીટિંગ કરશે.

* સાંજે ૭ વાગે મોદી ભુજથી અમદાવાદ જવા રવાના થશે.

* રાત્રે ૮ વાગે મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન જવા રવાના થશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

_*૨૩મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* સવારે ૮.૩૦ વાગે વડાપ્રધાન મોદી રાજભવનથી મહાત્મા મંદિર જશે અને ૧૧ વાગ્યા સુધી આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.

* સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી હેડ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેશે.

* બપોરે ૧૨ વાગ્યે મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે.

ગુજરાતી સમાચાર પત્રો