Wednesday, November 29, 2017

મુંબઈ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે

મુંબઈઃ શુક્રવારના રોજ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એક જ રનવે પરથી 24 કલાકમાં કુલ 969 જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું. અને આ સાથે જ મુંબઈ એરપોર્ટે પોતાના 935 ફ્લાઇટના બનાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે.

લગભગ, મોટાભાગના મેગાસીટીસમાં એરપોર્ટ પર 2 કે તેથી વધુ રનવે છે અને બંને રનવે એકસાથે કામ કરે છે જયારે મુંબઈમાં બે રનવે છે પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી કોઈપણ સમયે એક જ રનવેનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ટેક્નિકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

માહિતી અનુસાર, મુંબઈ એરપોર્ટ દરરોજ 900થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. અને એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે નજીકના સમયમાં જ 1000નો આંકડો પાર થઇ જશે. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારીનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે એક કલાકમાં 50થી વધુ વિમાનોનું ટેકઓફ કરાવે છે. હવે મુંબઈ પણ 50થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

Tuesday, November 28, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું.


હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું. જોકે શહેરની જનતા માટે મેટ્રો ટ્રેન 29 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. મેટ્રોના પ્રથમ તબક્કામાં નાગોલથી મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પણ જોડાયા હતા.
See more

Thursday, November 23, 2017

PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.
આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉમંગ મોબાઈલ એપ લોંચ કરી. જેના માધ્યમથી લોકો કેંદ્ર તથા રાજ્ય સરકારોની સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સંમ્મેલનમાં મંત્રી રવિશંકર પ્રસાદ અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ સંબોધન કર્યું. આ સંમ્મેલનમાં 120 કરતા વધારે દેશોના પ્રતિનિધિનો ભાગ લઈ રહ્યા છે જે શુક્રવાર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ઉમંગ ની સેવાઓ શરૂ કર્યા બાદ આઈટી મંત્રીલયે કહ્યું લગભગ તમામ પ્રકારની સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવો દરવાજો છે. જેમાં મહિલા સુરક્ષા, ઈ-જિલ્લા, પાસપોર્ટ સેવાઓ સામેલ છે. આ સેવાઓ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

માનુષી છિલલર



ગુજરાતી સમાચાર પત્રો