Wednesday, November 29, 2017

મુંબઈ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે

મુંબઈઃ શુક્રવારના રોજ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એક જ રનવે પરથી 24 કલાકમાં કુલ 969 જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું. અને આ સાથે જ મુંબઈ એરપોર્ટે પોતાના 935 ફ્લાઇટના બનાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે.

લગભગ, મોટાભાગના મેગાસીટીસમાં એરપોર્ટ પર 2 કે તેથી વધુ રનવે છે અને બંને રનવે એકસાથે કામ કરે છે જયારે મુંબઈમાં બે રનવે છે પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી કોઈપણ સમયે એક જ રનવેનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ટેક્નિકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

માહિતી અનુસાર, મુંબઈ એરપોર્ટ દરરોજ 900થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. અને એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે નજીકના સમયમાં જ 1000નો આંકડો પાર થઇ જશે. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારીનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે એક કલાકમાં 50થી વધુ વિમાનોનું ટેકઓફ કરાવે છે. હવે મુંબઈ પણ 50થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

ગુજરાતી સમાચાર પત્રો