Tuesday, April 4, 2017

RBI - ભારતીય રિઝર્વ બેન્ક

❇ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫

❇ભારતીય રિઝર્વ બેન્ક ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.

❇રિઝર્વ બેન્ક ભારતની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે.

❇તેની સ્થાપના ૧ એપ્રિલ ૧૯3૫ના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯3૪ મુજબ થઇ હતી.

❇બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના સિદ્ધાંતોના આધારે જ ભારતીય રિઝર્વ બેન્કનું માળખું તૈયારકરાયું હતું.

❇પ્રથમ RBI Governor         – ઓસ્બોર્ન સ્મિથ

❇પ્રથમ ભારતીય RBI Governor -સી.ડી.દેશમુખ

❇હાલના વર્તમાન RBI Governor – ઉર્જિત પટેલ.

એન્ડ્રોઇડ મોબાઇલ એપનું લોન્ચીંગ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા  માનનીય મુખ્યમંત્રી શ્રી Vijay Rupani ની હાજરી માં રાજ્યના મુસાફરોની સેવા-સુવિધા માટે એક નવતર કદમ રૂપે એન્ડ્રોઇડ મોબાઇલ એપનું લોન્ચીંગ કરેલ હતું. #GSRTC Official Ticket Booking Appમાં રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝેકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.

Monday, April 3, 2017

ચાઈનામેન બોલર

❇ કુલદિપ ભારત તરફથી ટેસ્ટ રમનારો સૌપ્રથમ ‘ચાઈનામેન બોલર’
૧૯33ની ટેસ્ટ્થી ‘ચાઈનામેન’ શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.

❇ ચાઈનામેન બોલિંગ એટલે શું?
ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.

Thursday, March 30, 2017

પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું.


પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું, લાખો નાગરિકોને અમદાવાદ લાંબા નહીં થવું પડે 28 માર્ચ. 2017 17:34 પાલનપુર-ઉત્તર ગુજરાતમાં વસતાં લાખો નાગરિકો માટે મોટી રાહતની વ્યવસ્થા પાસપોર્ટ સેવાને લઇને આજથી મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ દ્વારા પાસપોર્ટ કેન્દ્રની મુલાકાત લઇને નાગરિકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાસપોર્ટ કેન્દ્રમાં આવનારા નાગરિકો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારના નાગરિકોને આ પાસપોર્ટ સેવાકેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો શ્રેય તેમણે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરીને આપ્યો હતો.તેમણે કહ્યું કે, પાલનપુરમાં પાસપોર્ટ ઓફિસ બનવાથી બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને ઘરઆંગણે પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને પણ લાભ થશે. આ પ્રસંગે ઉપસ્થિત શહેરી વિકાસપ્રધાન શંકર ચૌધરીએ જણાવ્યું કે પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતાં અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. અમદાવાદ રીજિઓનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાનીએ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા થતી કામગીરીની વિગતો આપી નાગરિકોને સારી સુવિધાઓની ખાતરી આપી હતી. મોર્ડન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શી, જવાબદારીયુક્ત અને નક્કી કરેલા સમયાવધિ અનુસાર નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં આવે છે.

ગુજરાતી સમાચાર પત્રો