Thursday, March 30, 2017

પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું.


પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું, લાખો નાગરિકોને અમદાવાદ લાંબા નહીં થવું પડે 28 માર્ચ. 2017 17:34 પાલનપુર-ઉત્તર ગુજરાતમાં વસતાં લાખો નાગરિકો માટે મોટી રાહતની વ્યવસ્થા પાસપોર્ટ સેવાને લઇને આજથી મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ દ્વારા પાસપોર્ટ કેન્દ્રની મુલાકાત લઇને નાગરિકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાસપોર્ટ કેન્દ્રમાં આવનારા નાગરિકો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારના નાગરિકોને આ પાસપોર્ટ સેવાકેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો શ્રેય તેમણે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરીને આપ્યો હતો.તેમણે કહ્યું કે, પાલનપુરમાં પાસપોર્ટ ઓફિસ બનવાથી બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને ઘરઆંગણે પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને પણ લાભ થશે. આ પ્રસંગે ઉપસ્થિત શહેરી વિકાસપ્રધાન શંકર ચૌધરીએ જણાવ્યું કે પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતાં અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. અમદાવાદ રીજિઓનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાનીએ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા થતી કામગીરીની વિગતો આપી નાગરિકોને સારી સુવિધાઓની ખાતરી આપી હતી. મોર્ડન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શી, જવાબદારીયુક્ત અને નક્કી કરેલા સમયાવધિ અનુસાર નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં આવે છે.

ગુજરાતી સમાચાર પત્રો