Sunday, May 21, 2017

હોકી: India માટે ૧૦૦મી મેચ રમવાની સિદ્ધિ મેળવતી મિડફિલ્ડર નવજોત કૌર


હેમિલ્ટન: ન્યૂઝીલેન્ડ સામેની હોકી સિરીજ દરમિયાન ચોથી મેચમાં India તરફથી ૧૦૦મી રમવાની વિશિષ્ટ ઉપલબ્ધિ મિડફિલ્ડર નવજોત કૌરે મેળવી છે.
ન્યૂઝીલેન્ડ ખાતે રમાઈ રહેલી પાંચ મેચોની સિરીજમાં ચોથી મેચમાં India ની મિડફિલ્ડર નવજોત કૌરે ૧૦૦મી મેચ રમવાની અનોખી સિદ્ધિ મેળવી છે. નવજોત કૌરે વર્ષ ૨૦૧૨માં ન્યૂઝીલેન્ડની સામે જ નેપિયરમાં આંતરરાષ્ટ્રીય હોકીમાં પદાર્પણ કર્યું હતું.
કુરુક્ષેત્રમાં જન્મેલી નવજોત કૌરે જૂનિયર એશિયા કપ અને નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય અન્ડર-21 ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને સિનિયર હોકી ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી. ત્યારથી જ નવજોત સતત ભારતીય ટીમનો હિસ્સો બની રહી છે.
આ દરમિયાન નવજોત કૌરે India માટે હોકી વિશ્વ લીગ સેમીફાઈનલમાં, ૧૭માં એશિયાઈ ખેલ, 2016 રિયો ઓલિમ્પિક, ચોથી એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા હોકી વિશ્વ લીગ રાઉન્ડ-બેમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમની અન્ય ખેલાડી ડિફેન્ડર સુનિતા લાકડાએ ત્રીજી મેચમાં પોતાની ૧૦૦મી મેચ રમી હતી, આ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ૨-૩ થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સુનિતાની આ સિદ્ધિ ઢંકાઈ ગઈ હતી.

ગુજરાતી સમાચાર પત્રો