Baahubali 2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.
એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ ‘બાહુબલી-2’ ની ચર્ચા પૂરી દુનિયામાં થઇ રહી છે. નાના-નાના બાળકોનાં મુખ પર પણ અત્યારે બસ ખાલી બાહુબલીનું નામ છે અને આ ફિલ્મના ડાયલોગ છે. કમાણીનાં મામલે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી ચૂકી છે. ભારતીય સિનેમામાં એક અલગ ઈતિહાસ રચનાર આ ફિલ્મ દુનિયાભરનાં લોકોએ જોઈ લીધી છે.Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ