Friday, April 21, 2017

સોમનાથમાં અમિતાભના અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આજે CM રૂપાણી કરાવશે પ્રારંભ

સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા 'ખુશ્બૂ ગુજરાત કી' કેમ્પેઇન અંતર્ગત અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શોનું CM રૂપાણી ઉદઘાટન કરશે.
આ શો માં 3D પ્રોજેક્શન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલનો ઉપયોગ કરાયો છે.


સોમનાથ– અરબી સમૃદ્રતટે સ્થિત ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા. ૨૧ એપ્રિલને શુક્રવારે સાંજે પ્રારંભ કરાવશે. વધુને વધુ ભવ્યતા ધારણ કરતાં સોમનાથ મંદિરે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૦ લાખથી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા “ખુશ્બૂ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરનો ઇતિહાસ અને ઐતિહાસિક સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૬માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે ૧૩ વર્ષ બાદ ૨૦૧૬માં બંધ થતા “ખુશ્બુ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ આ શો માં ૩-ડી પ્રોજેક્સન અને મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ અને પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, ૨૦૦ લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શો નો સમય ૩૫ મિનિટસ રાખવામાં આવેલ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પ્રધાનમંડળનાં સભ્યો અધિકારીઓ – પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.




👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

विधान परिषद वाले राज्य


Trick –– "जम्मु मे आम बिकाऊ है"

• जम्मू = 1-जम्मू कश्मीर

• आम = 2:आँध्रप्रदेश + 3:महाराष्ट्र …

• बिकाऊ = 4:बिहार + 5:कर्नाटक + 6:उत्तर प्रदेश

Thursday, April 20, 2017

સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું ઉદઘાટન

પીએમ નરેન્દ્ર મોદીએ સુરત ખાતે 400 કરોડના ખર્ચે બનેલ કિરણ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સુરત પધારેલ પીએમ મોદીએ સોમવારે સવારે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આ હોસ્પિટલ રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે

આ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હોસ્પિટલનું લોકાર્પણ થયું એનો આનંદ છે, પરંતુ હું શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે અને જો આવવાનું થાય તો બીજી વાર ન આવવું પડે. મને દુવિધા હતી કે હિંદીમાં બોલવું કે ગુજરાતીમાં. છેલ્લે હિંદીમાં બોલવાનું નક્કી કર્યું, જેથી દેશને પણ ખબર પડે કે કેવું કામ થઇ રહ્યું છે.'
તેમણે આગળ કહ્યું કે, દાતાઓને સૌએ બિરદાવ્યા, પરંતુ હું નહીં બિરદાવું. કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. આપવાના સંસ્કારો સાથે આવ્યા છે. ધનથી નહીં, પરિવારભાવથી આ હોસ્પિટલ બની છે.
સ્વચ્છતાનું પર્યાય સુરત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સુરત પધાર્યા છે. અહીં જનસભા સંબોધનમાં સુરતની સ્વચ્છતાના વખાણ કરતાં તેમણે કહ્યું કે, સ્વચ્છતાની આદત હોવી જોઇએ. સુરત તો સ્વચ્છતાનું પર્યાય છે. રોડ શોમાં પણ આંખે ઊડીને વળગે એવી સ્વચ્છતા હતી, દિલ્હીથી આવેલા ઓફિસર પણ સુરતની સ્વચ્છતા જોઇને દંગ રહી ગયા હતા.



👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

ડાયમંડ યુનિટનું ઉદઘાટન

હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન ઇચ્છાપોર ખાતે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતા. ઉદઘાટન બાદ મોદીએ હરે કૃષ્ણ બોલી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ પીએમ છે એટલે અહીં નથી આવ્યા. મેં તો વર્ષો પહેલાં જ સવજીભાઇનું નિમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમના ગામ જઇ બાના હાથના રોટલા ખાવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવું શક્ય ન બન્યું.

આર્થિક વિકાસના પંથે
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરતની ધરતીએ વર્ષો પહેલાં પીએમ તરીકે મોરારજીભાઇ દેસાઇ આપ્યા હતા. તેમણે આ ધરતીમાંથી આર્થિક વિકાસનું સપનું જોયું હતું. દેશના આર્થિક વિકાસની દિશા મોરારજીભાઇને સંતોષ આપતી. દેશને સુરત પાસે અપેક્ષા છે. સુરતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર કામ કર્યું છે, હવે આપણે રત્નો અને જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે. આપણે જ્વેલરીમાં નંબર 1 બનવાનું છે.

ગુજરાતી સમાચાર પત્રો