Thursday, April 20, 2017

PM મોદી: બોટાદની ધરતી છે તિર્થ સમાન


સોમવારે સાંજે નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નાગરા હવેલી થી બોટાદ પહોંચ્યા હતા. અહીં તેમણે લીંક - 2ની રૂપિયા 1500 કરોડના ખર્ચે નિર્માણ પામેલ યોજાનાના તબક્કા-1નું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ રૂ.1695 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તબક્કા-2નો શુભારંભ સમારોહ પણ યોજાયો હતો.
સૌની યોજના હેઠળ કાનિયાડ-બોટાદના કૃષ્ણસાગર તળાવ થઇ ગઢડા તાલુકાની ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા જ્યારે ભીમડાદ જળાશયમાં નર્મદા નું પાણી પહોંચ્યું ત્યારે લોકોનો ઉત્સાહ જાણે માતો નહોતો. આ સરકારી યોજનાના ગ્રામજનોને ઘણા લાભ મળશે.


યોજનાના ફાયદા
9 જળાશયો ભરાશે
કુલ 190 ગામોને આ યોજનાથી લાભ થશે
1,26,277 એકર જમીનને સિંચાઇનો ફાયદો
બોટાદના 3, ભાવનગરના 5 અને સુરેન્દ્રનગરનું 1 જળાશય ભરાશે
બોટાદ, ગઢડા, ભાવનગર, પાલિતાણા, ઉમરાળા અને ગરિયાધારને પીવાનું પાણી મળી રહેશે

બોટાદની ધરતી તિર્થ સમાન
બોટાદમાં પણ નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. તેમણે કેમ છો, મજામાં કહી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે, બોટાદની ધરતી ભાજપના કાર્યકર્તાઓ માટે તિર્થ સમાન છે. નરેન્દ્ર મોદીએ લોકો સાથે મળી નર્મદે સર્વદે ના નારા લગાવ્યા હતા, ત્યાર બાદ તેમણે લોકોને પોતાના મોબાઇલ ફોનની લાઇટ ચાલુ કરી મા નર્મદાને વધાવવાનું કહ્યું હતું.

ગુજરાતે મને શિક્ષિત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નહેરોમાંથી પાણી ચોરનારા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, પાઇપલાઇનમાંથી પાણી વહે એ સર્વશ્રેષ્ઠ. હવે પાઇપલાઇનમાંથી પાણી નહીં ચોરી શકાય. આજે ગુજરાતમાં 80 ટકા ઘરોમાં નળમાં પાણી આવે છે. આટલા વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ હું વડાપ્રધાન બન્યો. ગુજરાતવાસીઓનો હું હંમેશા આભારી રહીશ. ગુજરાતે મને શિક્ષિત અને દિક્ષિત કર્યો છે. અમારે ચૂંટણી જીતવાના કોઇ કારોબાર નથી કરવા, સેવા કરવી છે.

નર્મદા પ્રત્યે આપણી જવાબદારી વધી જાય છે
પીએમ મોદીએ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ મધ્ય પ્રદેશ સરકારનો આભાર માનવો જોઇએ. મધ્ય પ્રદેશ સરકારે નર્મદા તટ પર વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે. વૃક્ષારોપણ થશે તો જ નર્મદામાં પાણી રહેશે. નર્મદા માટે આપણી જવાબદારી હવે ઘણી વધી જાય છે. ખેડૂતો હવે ટપક પદ્ધિતિથી જ ખેતી કરવાનો સંકલ્પ કરે.

बंगलादेश की सीमा से लगने वाले भारत के राज्य


Trick –– "AM-PM-T"
• A- आसाम
• M- मिजोरम
• P- प॰ बंगाल
• M- मेघालय
• T- त्रिपुरा

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭ કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭
કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ અન્વયે તા.૩૦-૦૪-ર૦૧૭ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા ભાગ-૧ માટે ઉમેદવારોએ તા.૨૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૪:૦૦ કલાકથી તારીખ. ૩૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૨-૦૦ કલાક સુધી પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સૂચનાઓ https:// ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે.

તાપીમાં PMના હસ્તે 400 કરોડના સુમુલ ડેરી પ્રોજેક્ટનું ઉદઘાટન

સોમવારે સુરત ખાતે ડાયમંડનું યુનિટનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા તાપી ના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના આગમન સાથે જ ચારે બાજુથી મોદી-મોદીના નારા સંભાળાયા હતા. આખું વાતાવરણ મોદીમય બની ગયું હતું.
બાજીપુરા ખાતે નરેન્દ્ર મોદીએ સુમુલ ડેરીના 400 કરોડના પ્રોજક્ટનું ઉદઘાટન કર્યું હતું. રૂપિયા 400 કરોડની કિંમતના સુમુલ ડેરીના કુલ 6 પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ નરેન્દ્ર મોદીની હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ આ સમગ્ર પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાને સુમુલ ડેરીના નવનિર્મિત કેટલફીડ, આઇસ્ક્રીમ, બેકરી, મધ અને દૂધના પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ બાજીપુરામાં 3 લાખથી વધુ પશુપાલક બહેનોની જનમેદનીનું સંબોધન કર્યું હતું.


રાજ્યનો સૌથી મોટો ડોમ
આ સભા માટે રાજ્યનો અત્યાર સુધીનો સૌથી મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. 8.40 સ્કવેર ફીટમાં ઊભા કરવામાં આવેલા આ ડોમમાં ઠંડક માટે જર્મન ટેક્નોલોજીની ફોગર સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે. ગરમી વધુ હોવાને કારણે સભામાં આવનાર પશુપાલક બહેનોને તકલીફ ન પડે એ માટે ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે..
અહીં નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં કેમ છો બોલી ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જનસભા સંબોધતા કહ્યું કે, આપ સૌને માથુ નમાવી નમન કરું છું. આ વિસ્તારના 11 લાખ પશુઓ પણ આજે મને આશીર્વાદ આપી રહ્યાં છે. મેં વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે. હું અહીં મુખ્યમંત્રી તરીકે અને એ પહેલાં ભાજપના કાર્યકર્તા તરીકે પણ ઘણીવાર આવ્યો છું. આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ માટે કામ કરવાના સંસ્કાર મળ્યાં છે.

દૂધનું ઉત્પાદન વધારવા પર ફોકસ
તેમણે આગળ કહ્યું કે, દેશમાં કઠોળનું ઉત્પાદન-વિતરણ કરી બતાવીને ખેડૂતોએ સસ્તી દાળ મળતી કરી એ માટે હું તેમનો આભારી છું. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને દૂધનું ઉત્પાદન કઇ રીતે વધારવું તેની પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે ત્યાં આજે પણ માતા અને બહેનો જ પશુપાલન સંભાળે છે. ઘરના પુરૂષોએ પણ વૈજ્ઞાનિક ઢબે આ કામમાં ધ્યાન આપવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, તા.16 અને 17 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. તા.16 એપ્રિલ ને રવિવારના રોજ સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. અહીં 12 કિમી લાંબા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ, સોમવારે સવારે તેમણે સુરતમાં મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા ડાયમંડ યુનિટનું ઉદઘાટન કર્યું હતું. ડાયમંડ યુનિટના ઉદઘાટન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા તાપીના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા.

ગુજરાતી સમાચાર પત્રો