Police Costebal nu result aavti kale bapore aavase
મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
Labels
- AdSense
- Amazon
- Blogger
- BREAKING NEWS
- Current Affairs
- English
- Information
- Knowledge
- motivation
- MSI Leptop
- Police information
- Short Tricks
- Whatsap G.K
- કન્ફ્યુજન પોઈન્ટ
- કરન્ટ અફેયર્સ
- ગણિત
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુજરાતી સાહિત્ય
- જનરલ નોલેજ
- ભારત નું બંધારણ
- મોટીવેશન
- મોબાઈલ થી પૈસા કમાવો
- રોજગાર સમાચાર
- વિડિઓ
- વ્યક્તિ વિશેષ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
FLLOW ME
Thursday, March 2, 2017
Wednesday, March 1, 2017
એક વિનંતી... એક વિનંતી... એક વિનંતી...
બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ-2016/17 ની લેખિત તેમજ કોમ્પ્યૂટર પ્રોફિસિયન્સી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. 🙏🙏🙏
મિત્રો, હવે એક મહત્વની વાત એ કરવાની થાય છે કે,
ટૂંક સમયમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતી-2016/17 ની પ્રોવિઝનલ મેરિટયાદી બહાર પાડવામાં આવનાર છે. જેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ પણ થનાર છે.
આ સમયે જે મિત્રો બિન સચિવાલય અને પોલીસ કોન્સ્ટેબલ બંને ભરતીમાં સારા મેરિટ ક્રમાંક સાથે પાસ થયેલા છે તેમને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. જે મિત્રો બિન સચિવાલય ભરતીમાં કુલ જગ્યાઓને ધ્યાને લેતાં સારા મેરિટમાં આવતા હોય તેવા મિત્રો માનવસેવાની ભાવનાથી પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમમાં હાજર ના થઇને સવેચ્છાએ પોતાનો હક્ક જતો કરીને પોતાના વ્હાલા જરૂરિયાતમંદ બંધુઓને મદદરૂપ બનશો એવી હું તમામ ઉમેદવારો વતી બે હાથ જોડીને વિનંતી કરૂ છું🙏🙏
ભરતીના નિયમ પ્રમાણે, જેટલા ઉમેદવારો પોલીસ ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમમાં સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરશો, એટલા પોલીસ ભરતીના ઓછા મેરિટવાળા ઉમેદવારોને ફાઇનલ મેરિટમાં જિલ્લા પસંદગીની તક મળશે. અન્યથા આવા કટઑફ મેરિટવાળા ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં ધકેલાઇ જશે. અને આવા વેઇટિંગ યાદીના ઉમેદવારોને બોલાવવામાં આવે તો ઠીક કહેવાય, પરંતુ સંજોગોવસાત વેઇટિંગ ખોલ્યા વગર જ નવિન ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે તો આવા ઉમેદવારોને ફરીથી એકડો ઘૂંટવાનો થાય તો એમની શી હાલત થાય મિત્રો !! ફરીથી લેખિત,ફિઝિકલ પરીક્ષાની તૈયારીઓ કરવાની થાય મિત્રો. આતો કિસ્મત છે મિત્રો,આવનારો સમય કોણે જોયો છે !!
તમારા લીધે પાંચ-પચ્ચીસ જરૂરિયાતમંદ પરિવારોને રોજગારીનો રોટલો મળશે ને તો એમના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. તમારા જીવનમાંથી ખરાબ સમયને કાયમને માટે દૂર કરી દેશે. આગળ આપની મરજી ભાઈઓ, તમે તમારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો.
તો આવો આપણે સૌ માનવતાના આ ઉમદા સેવાકાર્યમાં સહભાગી થઇએ.
લિ. એક શુભ હિતચિંતક
નોંધ:- વિનંતીથી આ મેસેજ whatsapp, facebook, twitter, telegram જેવા પ્રસારણ માધ્યમો દ્વારા બહોળા પ્રમાણમાં શેયર કરશો. તમારી અમુક સેકન્ડ કોઇક જરૂરિયાતમંદ વ્યક્તિની જિંદગી સંવારી શકે છે.
"ભારત માતા કી જય "
"જનસેવા એ જ પ્રભુસેવા"
Subscribe to:
Comments (Atom)