Thursday, February 23, 2017

*પોલીસ કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું સુધારેલું પરિણામ,પ્રોવિસનલ મેરીટની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશની નવી તારીખ જાહેર*


ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
  અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ,વડોદરા દ્ધારા અગાઉ આપવામાં આવેલ જાહેરાત ક્રમાંક: LRB/201617/1 અનુસંધાને લોકરક્ષક ભરતી અન્વયે ઉમેદવારોની શારીરિક કસોટી (PET/PST) તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી રાજયના જુદા જુદા ૧૦ કેન્દ્ર ઉપર યોજવામાં આવેલ. ઉમેદવારોની આ શારીરિક કસોટી (PET/PST) હંગામી પરીણામની વિગતો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ www.lrb2016.org ઉપર તા.૧૬/૦ર/૧૭ ના રોજ અપલોડ કર્યા બાદ નીચે જણાવેલ ગ્રાઉન્ડ ખાતેના હંગામી પરીણામોમાં ફેરફારની જરૂરીયાત જણાતા નીચે મુજબ સુધારો કરી ફરી નવી ફાઇલો તા.૨૨/૦૨/૧૭ ના રોજ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. જેની સુધારેલ સાચી વિગતો નીચે મુજબ છે.
(૧) પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ શહેર ગ્રાઉન્ડ ખાતે તા.૧૬,૧૭/૦૧/૨૦૧૭ ના રોજ લેવાયેલ શારીરિક કસોટીના પરીણામ ટેકનીકલ ખામીના કારણોસર રદ કરવામાં આવેલ અને આ બે દિવસના ઉમેદવારોને દોડ માટે ફરીથી તા.૦૬/૦૨/૧૭ ના રોજ બોલવવામાં આવેલ. જે તા.૦૬/૦૨/૧૭ ના PET ના પરીણામમાં શરતચૂકથી બે બેચ નં.૫ અને ૬ ના ઉમેદવારોના પરીણામમાં તા.૧૭/૦૧/૧૭ ના રોજના રદ કરાયેલ પરીણામોની વિગત મુકાયેલ છે. જે હટાવી તા.૦૬/૦૨/૧૭ના રોજના પરીણામની વિગતો મુકવામાં આવેલ છે.
(૨) રાજય અનામત પોલીસ દળ,જુથ-૭,નડીયાદ ગ્રાઉન્ડ ખાતેના તા૧૬/૧/૧૭ ના અને તા.૧૭/૧/૧૭ના પ્રથમ બે દિવસના પરીણામમાં અમુક ઉમેદવારોની દોડના સમયમાં સેકન્ડ દર્શાવવાની રહી ગયેલ હોય, તે દર્શાવવામાં આવેલી છે. ઉમેદવારોના ગુણમાં કોઇ ફેરફાર થયેલ નથી.
(૩) જેથી ઉપરોકત બંન્ને ગ્રાઉન્ડના સબંધિત ઉમેદવારોએ આ અંગે ખાસ નોંધ લેવી. ઉપર જણાવેલ વિગતો સિવાય બાકી પરીણામની વિગતોમાં કોઇ ફેરફાર નથી. હવે ઉપરોકત બાબતમાં કોઇ ઉમેદવારને કોઇ રજુઆત હોય તો અગાઉ આપેલ સમય તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૩/૦૨/૧૭ સુધીમાં સુધારો કરી આવા ઉમેદવાર હવે તા.૨૭/૦૨/૧૭ સુધી અત્રેની કચેરી ખાતે રૂબરૂમાં આવી રજુઆત કરી શકશે. આ પછી કોઇ ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
(૪) લેખીત પરીક્ષા અને શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ આધારે આખરી મેરીટ લીસ્ટ (અસલ દસ્તાવેજોની ચકાસણી વગર) તા.૦૨/૦૩/૧૭ ના રોજ મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૪/૦૩/૧૭ થી તા.૧૪/૦૩/૧૭ સુધી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા ખાતે તા.૧૫/૦૩/૧૭ થી શરૂ કરવામાં આવશે
 
  સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક,
વડોદરા વિભાગ, વડોદરા.

Friday, February 17, 2017

*■ લોક રક્ષક ભરતી ■*

*જીલ્લા મૂજબ પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા.*

● ગાંધીનગર : 5340
● ગોધરા : 5673
● જૂનાગઢ : 5837
● નડીયાદ : 5805
● વડોદરા : 5240
● શાહીબાગ : 5131
● હીમ્મતનગર : 6561
● સૂરત : 4911
● રાજકોટ : 5997
● સૈજપુર બોગા : 6811
_________________________
*●કૂલ ઉમેદવાર : 57,306*
 અંગે શારીરિક અને લેખિત પરીક્ષા (અસલ દસ્તાવેજ ચકાસણી વગર) મેરીટ લીસ્ટ તા.૨૫/૦૨/૧૭ ના રોજ આ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૨૭/૦૨/૧૭ થી તા.૦૫/૦૩/૧૭ સુધી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાતી સમાચાર પત્રો