Sunday, October 22, 2017

Current Affairs

📖 રાષ્ટ્રીય

💮 દીપાવલીના ઉત્સવના ઉપક્રમે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે લાખ દીવાઓ સહિત સરયુ નદીના કિનારે આયોજિત થનાર કાર્યક્રમમાં હાજર રહેશે…

💮 ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે…

💮 મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના ખેડૂતો માટે ભવંતર ભુગતાન નામની યોજના શરુ કરેલ છે…

💮 મહિલાઓ વિરુદ્ધ મહિલાઓમાં લિંગ પૂર્વગ્રહને સમાપ્ત કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘વુમન ફોર વુમન’ અભિયાનની શરૂઆત કરેલ છે.

💮 હાલ ભારતના મહિલા અને બાળ વિકાસમંત્રી તરીકે મેનકા સંજય ગાંધી સેવારત છે.

💮 ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ આયુષ પોસ્ટ ટીકીટ ઉત્સવનું ઉદ્ઘાટન ગોવામાં કરવામાં આવેલ.


📖 આંતરરાષ્ટ્રીય

💮 ભારત અને રશિયા દેશના સૈન્ય વચ્ચે ‘ઈન્દ્ર-૨૦૧૭’ યુદ્ધ અભ્યાસ શરુ કરવામાં આવશે.

💮 સીરિયાના રક્કા નામના સ્થળને અમેરિકા સમર્થિત સુરક્ષા દળ દ્વારા ઈસ્લામિક સ્ટેટથી મુકત કરાવી લેવામાં આવેલ છે.

💮 અમેરિકી લેખક જોર્જ સાંડર્સને હાલમાં મેન બુકર પ્રાઈઝથી નવાજવામાં આવ્યા છે…

💮 દક્ષિણ સુદાનમાં કાર્યરત ૫૦ જેટલા ભારતીય શાંતિરક્ષકોને હાલમાં સયુંકત રાષ્ટ્ર મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

💮 બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના યુવાન અક્ષય રૂપારૈલીયા સૌથી નાની વયના કરોડપતિ બન્યા છે.

💮 વયોવૃદ્ધ બ્રિટીશ અભિનેતા રોય ડોટ્રેસનું લંડનમાં અવસાન થયેલ છે,તેઓ ૯૪ વર્ષની વયના હતા.

💮 પ્રખ્યાત ભારતીય અમેરિકી અજય રાજુને અમેરિકામાં સદકાર્યો માટે ત્રીજા અમેરિકન બજાર ફ્રીલેનથ્રોપી એવોર્ડથી સન્માનિત કરવામાં આળ્યા છે…

💮 પાકિસ્તાન નેપાળ અને અફઘાનિસ્તાન સહીત ૧૫ દેશોને સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પસંદ કરવામાં આવ્યા છે.


📖 રમત -જગત

💮 હાલ પાકિસ્તાની ક્રિકેટર ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને દસ લાખ રૂપિયાનો પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

💮 હાલમાં ડબલ્યુ.ડબલ્યુ.ઈ . સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ કવિતા દેવી છે.

💮 હાલમાં સાન મેમસ સ્ટેડીયમને વિશ્વનું સૌથી સારું સ્ટેડીયમ જાહેર કરવામાં આવેલ છે.


📖 અન્ય

💮 સ્નેપડીલના મુખ્ય નાણા અધિકારી અનુપ વકીલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.

💮 એક સર્વે અનુસાર ભારતમાં સૌથી પ્રામાણિક બ્રોડ તરીકે ગૂગલને રથાન મળેલ છે.

💮 દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે ડીઝલ જનરેટર પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે…



👉 નોધ:- તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે Share કરો.

ગુજરાતી સમાચાર પત્રો